રાજકોટ. ગુજરાતી અને ગરબા હંમેશા એકબીજાની ઓળખ છે. ગુજરાતીને ગરબા વગર ચાલે નહીં. પણ ચાલુવર્ષે કોરોનાની મહામારીને કારણે નવલા નોરતામાં પણ ગરબે ઘૂમવું શક્ય નથી. ત્યારે શહેરનાં એક ડોક્ટરે કોરોનાને દૂર રાખીને ગરબે ઘૂમવાનો સાવ અનોખો જ રસ્તો અપનાવ્યો છે. કોરોના દર્દીઓની સારવાર કરતા આ ડોક્ટર પીપીઈ કીટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. અને લોકોને સરકારી ગાઈડલાઇનનું પાલન કરવાની અપીલ કરી હતી. ડોક્ટરનાં અનોખા ગરબાનો વિડીયો હાલ વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ડોક્ટર સમરસ હોસ્ટેલનાં ગ્રાઉન્ડમાં પીપીઈ કીટ પહેરીને ‘મોખે યાદ સજણ કી આઈ’ ગીતનાં તાલે ગરબે ઘૂમી રહ્યા છે. આ રીતે ગરબે ઘૂમીને ડોક્ટરે કોરોનાને દૂર રાખવા સાથે પોતાનો ગરબે રમવાનો શોખ પણ પૂરો કર્યો હતો. તેમના આ અનોખા જુગાડની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.

શહેરની સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર ગૌરવ ગોહિલે આ તકે જણાવ્યું હતું કે, દરેક વર્ષે હું ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ગરબા રમવા જાવ છું. પણ આ વખતે મારી કોરોનામાં ડ્યુટી હોવાથી બહાર જવાનું શક્ય નહોતું. જેને લઈને મેં ફ્રી સમયમાં પીપીઈ કીટ સાથે સિક્સ સ્ટેપ રમીને મારો શોખ પૂરો કર્યો હતો. સાથે જ પીપીઈ કીટ દ્વારા કોરોનાને પણ દૂર રાખ્યો હતો. મારી લોકોને ખાસ અપીલ છે કે, તેઓ સાવધ રહે અને કોરોનાને લાગતા સરકારી નિયમોનું પાલન કરતા-કરતા જ નવરાત્રીની ઉજવણી કરે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud