રાજકોટ. હીરાસર ખાતે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. જ્યાં એક નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટેની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની દરખાસ્ત રાજ્ય સરકારે મંજુર રાખી છે. અને અહીં પોલીસ સ્ટેશનનાં બીલ્ડીંગ સહિત રહેણાંક માટે મકાન બનાવવાની જગ્યા ફાળવવામાં આવી છે. પોલીસની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ હવે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનું વિભાજન કરી અમુક ગામને નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ભેળવવામાં આવશે.

અત્યાર સુધી નવું બની રહેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતુ હતું. જો કે પોલીસ કમિશ્નર દ્વારા વિસ્તારનુ વિભાજન કરીને એક નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેને માન્ય રાખીને રાજ્ય સરકારે નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા મંજુરી આપી દીધી છે. નવા પોલીસ સ્ટેશનમાં 1 PI, 2 PSI, 5 ASI, 23 હેડ કોન્સ્ટેબલ, 40 કોન્સ્ટેબલ, અને 2 આર્મ્ડ ASI મળીને હાલ અધિકારી અને કર્મચારી સહિત 75નો સ્ટાફ પણ ફાળવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ ફાળવવામાં આવ્યું હોવાથી હવે અમદાવાદ એરપોર્ટ પર આધાર રાખવો પડશે નહીં. ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા એરપોર્ટની આજુબાજુના વિસ્તાર તથા ગામોમાં પણ ખુબજ વિકાસની તક વધી છે. સાથે ત્યાં રહેણાંક, વ્યાપારીક સુવીધાઓ ઉભી થતા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના લોકો તથા વેપારીઓની વ્યાપારીક તેમજ પ્રવાસ માટેની અવર જવર વધવાની શકયતા હોવાથી તેઓની સુરક્ષા માટે વ્યવસ્થા પણ જરૂરી હતી. ત્યારે રાજ્ય સરકારનાં આ નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

રાજકોટ શહેરમાં એ-ડિવીઝન, બી-ડિવીઝન, થોરાળા, આજીડેમ, ભકિતનગર, માલવીયાનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ, પ્ર.નગર, મહિલા પોલીસ સ્ટેશન અને ડીસીબી પોલીસ સ્ટેશન મળી 13 પોલીસ સ્ટેશન અત્યાર સુધી કાર્યરત હતાં. હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનની મંજુરી મળતાં 14મું પોલીસ સ્ટેશન રાજકોટ પોલીસ કમિશનરેટની હદમાં શરૂ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud