આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક વળતર ચૂકવ્યા છતાં કેટલાક દબાણો દૂર થયા ન હતા
શકિત સિમેન્ટ સહિતનાં મોટા કારખાનાઓ સહિત કુલ બે ડઝન દબાણો દૂર કરવામાં આવ્યા
શહેરથી 20 કિલોમીટર દૂર આવેલા હીરાસર પાસે અંદાજે 2200 એકર જગ્યામાં સંપાદિત થયેલી જમીન પર વળતર ચૂકવાઈ ગયું હોવા છતાં દબાણો હોવાનું સામે આવતા
રાજકોટ. હીરાસરમાં નવા બની રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક વળતર ચૂકવ્યા છતાં કેટલાક દબાણો દૂર થયા નહોતા. જેને પગલે કલેક્ટર તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. તેમજ જમીન સંપાદન થયા બાદ પણ ઉભા રહેલા શકિત સિમેન્ટ સહિતનાં મોટા કારખાનાઓ સહિત કુલ બે ડઝન દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અને 17 એકર જમીન એરપોર્ટ સતાવાળાઓને સોંપી દેવામાં આવી છે.
તાજેતરમાં કલેક્ટર તંત્રની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવતી કંપની દિલીપ બિલ્ડકોન સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં હીરાસર નજીક સંપાદિત થયેલી જગ્યામાંથી દબાણો દૂર કરવાનો મુદ્દો બિલ્ડકોન કંપનીએ ઉઠાવ્યો હતો. જેને પગલે તપાસ કરતા રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા હીરાસર પાસે અંદાજે 2200 એકર જગ્યામાં સંપાદિત થયેલી જમીન પર વળતર ચૂકવાઈ ગયું હોવા છતાં દબાણો હોવાનું સામે આવ્યું હતું.
કલેક્ટર રેમ્યા મોહને આ બાબતને ગંભીરતાથી લઈને દબાણો તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે આજે સવારે 10 વાગ્યાથી સીટી પ્રાંત-2 ચરણસિંહ ગોહિલ, તાલુકા મામલતદાર કથીરીયા અને તેમનો સ્ટાફ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે હિરાસર દોડી ગયો હતો. અને ગારીડા ગામના સર્વે નંબર 222, 223 અને 224ની જમીન ઉપરનું શકિત સિમેન્ટનું 10 હજાર ચો.મી.માં આવેલ કારખાનું, ફેકટરી, તેના બધા શેડ, ઓફીસ, ફેકટરીનું બાંધકામ, ગોડાઉન, ઉપરાંત એક ડઝન જેટલી ઓરડીઓ તોડી પાડવામાં આવી છે.
આ તકે સજ્જડ પોલીસ બંદોબસ્ત અને વીજ ટીમોને સાથે રાખી વીજળીનાં કનેકશનો પણ કાપી નાખવામાં આવ્યા છે. તેમજ 14.50 એકર જમીનમાં ઉભા થઇ ગયેલા અન્ય ખેતી વિષયક દબાણો અને પાળાઓ દૂર કરાયા હતા. અને કુલ 17 એકર જમીન ઉપરનાં બે ડઝનથી વધુ દબાણો દૂર કરી, તમામ જમીનનો કબજો લઇ આ જમીન એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાને સોંપવામાં આવી છે. અને કલેકટર રેમ્યા મોહનને રીપોર્ટ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ દબાણો દૂર થતાં હવે એરપોર્ટને સંલગ્ન અન્ય બાંધકામોનું કામ ઝડપી બનશે.