સોમનાથ : કોડિનારથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયુ છે. અને તેનો આરોપ સ્થાનિક રાજકીય આગેવાન પર મૂકાયો છે. ભોગ બનનારની દાદીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે રાજકીય આગેવાન પ્રવીણ ઝાલા તેમજ પીડિતાની નાની અને મામા સહિત ચાર શખ્સો વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, 14 વર્ષની સગીરા તેની નાની સાથે કોડિનારમાં રહે છે. સગીરાનાં મામા પ્રવીણ ઝાલાનાં ડ્રાઈવર છે. અને તેમણે જ સગીરાને રાજકીય આગેવાન પ્રવીણ ઝાલાનાં ફાર્મહાઉસ પર કામ કરવા મોકલી હતી. જે દરમિયાન પ્રવીણ ઝાલાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે બનાવની સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.