રાજકોટ : કોરોના મહામારીને લઈને છેલ્લા કેટલાક સમયથી બંધ તંત્રનું બુલડોઝર ફરી ધણધણી ઉઠ્યું હતું. અને આજે વહેલી સવારે કોઠારીયા રોડ નજીક ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 50થી વધુ ગેરકાયદેસર બાંધકામનો કડુસલો બોલાવી કરોડો રૂપિયાની કિંમતની આશરે 20 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પરનાં હુડકો વિસ્તાર નજીકની જગ્યા મનપાને ગારબેજ માટે ફાળવવામાં આવી હતી. જો કે સમય જતાં આ જમીન પર ગેરકાયદેસર કાચા મકાનો બની ગયા હતા. પરંતુ લોકડાઉન અને કોરોનાને કારણે તંત્ર દ્વારા એક્શન લેવાયા નહોતા. પરંતુ હવે શહેરમાં કોરોનાની સ્થિતિ હળવી થતા જ આજે સવારે બુલડોઝર દ્વારા તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.

આ તકે સ્થાનિકોએ કોઈપણ નોટિસ આપ્યા વિના જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ એક-બે દિવસ પહેલા જ કોઈ વ્યક્તિને ડીમોલેશન રોકવા માટે 1-1 હજાર રૂપિયા આપ્યાનું પણ જણાવ્યું હતું. જો કે રૂપિયા કોને આપ્યાનું પુછાતા સ્થાનિકો નામ આપી શક્યા નહોતા. તેમજ તંત્ર દ્વારા પણ આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું જણાવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !