મોરબી : પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા જ મોટો રાજકીય ફેરફાર  થયો છે. આ સીટ પર કોંગ્રેસની ટિકિટ માટેના પ્રબળ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમા જોડાયા છે. જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં પેટાચૂંટણી માટે કોંગ્રેસેના ઉમેદવાર તરીકે જેન્તી જેરાજ પટેલનું નામ જાહેર કરાયું છે. જેને લઈને ટીકીટ વહેંચણીથી નારાજ કોંગ્રેસનાં કિશોર ચીખલીયા ભગવો ધારણ કરી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં ટીકીટ નહીં મળતા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાને આઈ કે જાડેજા અને સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
આ તકે કિશોર ચીખલીયાએ કોંગ્રેસ હાઇકમાન્ડે જ પોતાની ટીકીટ કાપીને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો ભાજપનાં આઈકે જાડેજાએ કહ્યું હતું કે, કિશોરભાઈ વિધિવત રીતે તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. તેમના આગમનથી અમારી જીતની શક્યતાઓ વધી ગઈ છે. અને હવે કોંગ્રેસનાં સૂપડા સાફ થવાનું નક્કી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !