રાજકોટ. ગુજરાતની આંઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે
જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મોરબીની માળિયા બેઠક માટે કોંગ્રેસ દ્વારા સાવ નવતર રીતે જ પ્રચાર કરાયો હતો. જેમાં મોરબીનાં ખખડધજ રસ્તા પર કોંગ્રેસનાં કાર્યકરો ડુંગળી-બટેટાની લારી લઈને નિકળ્યા હતા. એટલું જ નહીં આ તકે ‘બહોત હુઈ મહેંગાઇ કી માર, અબકી બાર કોંગ્રેસ સરકાર’ સહિત વિવિધ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસને વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી હતી.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાજકોટ કોંગ્રેસનાં રણજીત મુંધવા સહિતનાં અગ્રણીઓ ડુંગળી-બટેટાની લારી લઈને નિકળ્યા છે. અને ‘વાહરે ભાજપ તેરા ખેલ, ખા ગયા ખાંડ ઔર પી ગયા તેલ’ તેમજ ‘બહોત હુઈ મહેંગાઇ કી માર, અબકી બાર કોંગ્રેસ સરકાર’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

આ અંગે મિડિયા સાથેની વાતચીતમાં મોરબી ન.પાનાં વોર્ડ નંબર 13નાં પ્રભારી તરીકે નિમાયેલા રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, હાલ ભાજપનાં રાજમાં મોંઘવારીએ માજા મૂકી છે. સામાન્ય લોકો ડુંગળી બટેટા પણ ખાઈ શકે તેવી સ્થિતિ રહી નથી. જેને લઈને લોકોને જાગૃત કરવા માટે ખાસ ડુંગળી તેમજ બટેટા ભરેલી લારી લઈને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. જેથી લોકો મતદાન કરતી વખતે અન્ય મુદ્દે ભટકવાને બદલે મોંઘવારીનાં મહત્વના પ્રશ્નને યાદ રાખી શકે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ અનોખા પ્રચારની લોકોએ પણ સરાહના કરી હતી. જો કે લોકો ખરેખર શું વિચારી રહ્યા છે તે તો ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે. આજે આ અનોખા કાર્યક્રમ દરમિયાન રણજીત મુંધવા સાથે રહીમ સોરા, રોહિત રાજપૂત, સારાબેન મકવાણા, મોહિત ડવ, ઇકબાલ સુમરા તેમજ પાર્થ બગડા સહિતનાં અગ્રણીઓ ખાસ જોડાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud