• સાંસદની તબિયત લથડતા સીએમ રૂપાણીનાં અનુરોધથી ખાસ ત્રણ ડોક્ટરોની ટીમ પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે આવી હતી.
  • તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવી સાંસદને અન્ય કોઈ સ્થળે ખસેડવાનો ઇન્કાર
  • ભારદ્વાજની કોરોના સારવાર 15 દિવસથી ચાલતી હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ

રાજકોટ. રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજ હાલ શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં આજરોજ તેમની તબિયત લથડતા સીએમ રૂપાણીનાં અનુરોધથી ખાસ ત્રણ ડોક્ટરોની ટીમ પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે આવી હતી. સ્પેશિયલ ડોક્ટર્સની આ ટીમે ભારદ્વાજનું ચેકઅપ કરીને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ભારદ્વાજની સ્થિતિ ખરેખર ગંભીર છે. જો કે અહીં તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવી સાંસદને અન્ય કોઈ સ્થળે ખસેડવાનો ઇન્કાર કર્યો હતો.

ડો. અતુલ પટેલનાં કહેવા મુજબ ભારદ્વાજની કોરોના સારવાર 15 દિવસથી ચાલતી હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. અને ઓક્સિજન લોહીમાં યોગ્ય રીતે પહોંચતું નથી. તેમજ કાર્બનડાયોક્સાઈડની માત્રા વધી જતી હોવાથી ગઠ્ઠા જામી જાય છે. જે ખરેખર ગંભીર બાબત છે. જો કે આ માટે ખાસ એકમો મશીન દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

તો ડોક્ટર તુષાર પટેલે પણ ભારદ્વાજની પરિસ્થિતિ નાજુક હોવાનું સ્વીકાર્યું હતું. આ તકે હોસ્પિટલમાં તમામ દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ સુવિધા પૂરતી હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ માટે સિવિલ હોસ્પિટલના તબીબો સાથે પોતે ચર્ચા કરીને તમામ સુવિધાઓનું જાત નિરીક્ષણ પણ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud