• નંદા હોલ પાસે આવેલ વોંકળામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો
  • એક નવજાત બાળકનો મૃતદેહ કોથળામાં વીંટેલો કોઈ ફેંકી ગયું
  • બાળકને સારવાર માટે પોલીસે 108 ને જાણ કરી, ટીમે સ્થળ પર આવી બાળકને મૃત જાહેર કર્યો 

રાજકોટ. શહેરનાં કોઠારીયા રોડ ઉપર નંદા હોલ પાસે આવેલ વોંકળામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને ભક્તિનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો, અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. અને પાપ છુપાવવા નવજાતને ત્યજી દેનારને શોધવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા મેઈન રોડ ઉપર નંદા હોલ નજીકથી પસાર થતા એક વોંકળામાં એક નવજાત બાળકનો મૃતદેહ કોથળામાં વીંટેલો કોઈ ફેંકી ગયું હતું. આ અંગે કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે પ્રથમ 108ને ફોન કરતા 108નો સ્ટાફ દોડી ગયો હતો અને નવજાત બાળકને મૃત જાહેર કર્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન બાળકનો જન્મવહેલી સવારે થયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. અને પાપ છુપાવવા કોઈ મહિલાએ આ બાળકને ત્યજી દીધું હોવાની શંકાએ આજુબાજુની હોસ્પિટલોમાં તપાસ શરુ કરી છે. જો કે જન્મ દીધાની કલાકોમાં નવજાતને ત્યજી દેનાર માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud