રાજકોટ : કેન્દ્ર-રાજ્ય સરકારે અનલોક-5માં મનોરંજન ક્ષેત્રને છૂટછાટો આપી છે. જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરનાં બાગ-બગીચાઓ ખોલવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં કુલ 149 નાના-મોટા બગીચાઓ આવેલા છે. જોકે હાલનાં તબક્કે માત્ર મુખ્ય 20 જેટલા બગીચા ખોલવામાં આવશે. આ માટે બગીચાઓની સાફ-સફાઈ તેમજ સેનેટાઈઝીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ બીજીતરફ મંજૂરી છતાં થિયેટર અને મલ્ટીપ્લેક્સ મહદઅંશે બંધ રાખવામાં આવનાર છે.

મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલનાં જણાવ્યા મુજબ, હાલ 15 ઓક્ટોબરથી રાજકોટનાં તમામ નહીં પણ મુખ્ય ગાર્ડન જેમકે રેસકોર્સ રિંગ રોડ, આજી ડેમ, ન્યારી ડેમ સાઇટ પરનો ગાર્ડન, જ્યુબિલી સહિતના મુખ્ય ગાર્ડન ખોલવામાં આવશે. આ ગાર્ડન ખોલ્યા બાદ તેમાં પ્રવેશ માટે નિયમોનું પાલન કરવું પડશે. જેમાં મેળાવડા નહીં કરી શકાય, ટોળે વળી ગપ્પા નહીં મારી શકાય, તેમજ નાસ્તો કે ભોજન લઇને એકથી વધુ વ્યક્તિઓને પ્રવેશ નહીં આપવામાં આવે. બગીચામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવું પડશે. અને આમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હાલ બગીચા સવારે 6થી12 અને બપોરે 3થી7 ખોલવામાં આવશે. અને આગળના સંજોગો જોઈ સમયમાં ફરી વધારો કે ઘટાડો કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.

બીજીતરફ અનલોક-5ની માર્ગદર્શિકા પ્રમાણે મંજૂરી હોવા છતાં થિયેટર અને મલ્ટીપ્લેક્સ સંચાલકો હજુ અવઢવમાં છે. થિયેટર એસો.નાં જણાવ્યા અનુસાર બંધ થયું ત્યારથી સ્ટાફનો પગાર, થિયેટરનું મેઈન્ટેનન્સ, વેરાઓ વગેરે ખર્ચ ચાલુ છે. પરંતુ છ-સાત મહિનાથી કોઈ આવક નથી. હવે અનલોકમાં નિયમ મુજબ એક સીટ છોડીને એક દર્શકને બેસાડવાના છે. અને સતત સેનીટાઇઝીંગ સતત કરવાનું છે. આ સિવાય દર્શકોની એન્ટ્રી વખતે પ્રાથમિક તપાસ, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે કડકાઇથી પાળવાના છે. જેમાં ખર્ચ વધી જશે. પરંતુ ટિકિટનો ભાવ વધારી શકાય એમ નથી. એ જોતા છૂટ હોવા છતાં હાલના તબક્કે થિયેટર શરૂ કરવું પોસાય એમ નથી. જો કે એસો. દ્વારા અંતિમ નિર્ણય માલીક પર છોડવામાં આવ્યો છે. પરંતુ તેઓ પણ મહદઅંશે દિવાળી પહેલા શરૂઆત કરવાના મૂડમાં નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !