• બહારગામથી કોરોનાનો ચેપ રાક્ષસી પંજો બનીને શહેરમાં ફેલાતો હોવાનું તારણ નીકળતા જ મનપાએ ફરી એકવખત શહેરના તમામ પ્રવેશદ્વાર પર કોરોનાને નો-એન્ટ્રી કરવા માટેની કવાયત શરૂ
  • મુસાફરોના થર્મલ સ્ક્રિંનીંગ અને ઓક્સીજન લેવલ માપવામાં આવશે
  • શહેરના વિવિધ 6 પ્રવેશદ્વાર પર મેડીકલ ટીમ નિયુક્ત કરાઇ

રાજકોટ. શહેરમાં લોકડાઉન ખુલ્યા પછી જે છૂટછાટ આપવામા આવી તેના જ પરિણામે શહેરમાં બહારથી કોરોનાના ચેપથી હાલત બેકાબૂ બનવા લાગી એ સૌ કોઇ જાણે જ છે. આજે સ્થિતિ વિકટ બની ગઇ છે. હજુ પણ બહારથી સંક્રમિતો શહેરમાં આવતા હોવાનું એક તારણ નીકળ્યા બાદ મનપાએ ફરી શહેરના તમામ પ્રવેશદ્વાર પર મેડિકલ ચેકપોસ્ટ ઉભી કરી દીધી છે. અને બહારથી શહેરમાં આવનાર તમામનું મેડિકલ ચેકઅપ કરવાનું શરૂ કરાયું છે.

લોકડાઉન હળવુ થયું ત્યારે શરૂઆતમાં આંતર જિલ્લા હરફેર પર મનાઇ હતી. અને રાજ્યના ડેન્જર ઝોનમાંથી રાજકોટમાં પ્રવેશબંધી હતી. પરંતુ લોકડાઉનના તાળા સંપુર્ણપણે ખોલી નાખવામા આવ્યા બાદ બહારથી કોરોનાનો ચેપ લઇને આવતા સંક્રમિતો શહેર આખામાં પ્રસરી ગયા છે. અને આજે સ્થિતિ એ ઉભી થઇ છે કે, શહેરના તમામ વિસ્તારમાંથી પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે.

મોડે-મોડે પણ આ વાત કોર્પોરેશનને સમજાઈ ગઈ છે. અને હજુ પણ બહારગામથી કોરોનાનો ચેપ રાક્ષસી પંજો બનીને શહેરમાં ફેલાતો હોવાનું તારણ નીકળતા જ મનપાએ ફરી એકવખત શહેરના તમામ પ્રવેશદ્વાર પર કોરોનાને નો-એન્ટ્રી કરવા માટેની કવાયત શરૂ કરી છે. બહારગામથી આવતા મુસાફરોના થર્મલ સ્ક્રિંનીંગ અને ઓક્સીજન લેવલ માપવાનું શરૂ કર્યુ છે. સાથે જ જો કોરોનાના લક્ષણ ધરાવનાર વ્યક્તિઓને જરૂરિયાત મુજબ સારવાર આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

જાણો શહેરનાં કયાં પ્રવેશદ્વાર પર મેડિકલ ટીમો તૈનાત કરાઈ છે.

1.) અમદાવાદ તરફથી આવતા મુસાફરો માટે ગ્રીનલેન્ડ ચોકડી
2.) ભાવનગર તરફથી આવતા મુસાફરો માટે આજીડેમ ચોકડી
3.) ગોંડલ તરફથી આવતા મુસાફરો માટે ક્રિષ્ના પાર્ક ચોકડી
4.) કાલાવડ રોડ તરફથી આવતા મુસાફરો માટે મોટામવા સ્મશાન અને કટારિયા ચોકડી
5.) જામનગર રોડ અને મોરબી બાયપાસથી આવતા મુસાફરો માટે માધાપર ચોકડી
6.) એસ.ટી.નાં નવા અને જુના બંને બસ સ્ટોપ
5.) જંકશન અને ભક્તિનગર રેલવે સ્ટેશન તેમજ શહેરનું એકમાત્ર એરપોર્ટ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud