અમને આત્મનિર્ભર રહેવા દો', 'બધું ચાલે ટ્યુશન કલાસ જ નહીં', 'ટ્યુશન સાથે સંકળાયેલા પરિવારનો શું વાંક?' સહિતના બેનરો સાથે શાંતિપૂર્ણ રીતે પોતાની વ્યથા વર્ણવી
કોરોના મહામારીને કારણે છેલ્લા સાત મહિનાથી ટ્યૂશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસ બંધ
અમારો પણ પરિવાર છે. પરંતુ આર્થિક સહાયની આ લ્હાણી અમારા સુધી પહોંચી જ નથી. - ક્લાસ સંચાલક
રાજકોટ : શહેરનાં રેસકોર્સ ખાતે ટ્યૂશન સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વ્હાઇટ કપડાં અને કાળી પટ્ટી બાંધી રોષ વ્યકત કર્યો હતો. અને 'અમને આત્મનિર્ભર રહેવા દો', 'બધું ચાલે ટ્યુશન કલાસ જ નહીં', 'ટ્યુશન સાથે સંકળાયેલા પરિવારનો શું વાંક?' સહિતના બેનરો સાથે શાંતિપૂર્ણ રીતે પોતાની વ્યથા વર્ણવી હતી. જોકે પોલીસે વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી છે.
આ અગાઉ મિડિયા સાથે કરેલી વાતચીતમાં ટ્યુશન સંચાલકોએ કહ્યું હતું કે, કોરોના મહામારીને કારણે છેલ્લા સાત મહિનાથી ટ્યૂશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસ બંધ છે. જેને લઈને ક્લાસ ચલાવતા સંચાલકો અને તેની સાથે સંકળાયેલા શિક્ષકોના પરિવારજનોની સ્થિતિ પર મોટી મુશ્કેલી આવી પડી છે. આ કટોકટી અંગે સરકાર, પ્રશાસન સહિત વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે આ વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટેની રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં ટ્યુશન સંચાલકોએ જણાવ્યું હતું કે, અમારો પણ પરિવાર છે. પરંતુ આર્થિક સહાયની આ લ્હાણી અમારા સુધી પહોંચી જ નથી. અમે આત્મનિર્ભર જ છીએ, અને સહાય લેવા નથી ઇચ્છતા. પરંતુ તમામ કામ શરૂ થવા છતાં ટ્યુશન કલાસીસ પરનો પ્રતિબંધ હટાવવાનો વિચાર સુધ્ધાં સરકાર નથી કરતી. જેને લઈ અમારા પરિવારની હાલત કફોડી બની છે. પોતાની આ વ્યથા રજૂ કરતા બેનર્સ પણ સંચાલકોનાં હાથમાં જોવા મળ્યા હતા.