• કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાનો વિરોધ
  • વડોદરા અને રાજકોટમાં કોંગી કાર્યકરોએ અલગ અલગ રીતે વિરોધ કર્યો 

#Rajkot - ખેડૂત આંદોલનનાં સમર્થનમાં કિસાન સંઘની કલેક્ટરને રજૂઆત, 12 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

WatchGujarat. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈ આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કિસાન સંઘના અગ્રણી અને કાર્યકરોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને સૂત્રોચ્ચાર કરતા 12 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. #Rajkot #Vadodara

આ અંગે કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ બહુમતીનાં જોરે ત્રણ કૃષિબિલ પસાર કર્યા છે. જેને લઈને દિલ્હી ખાતે એક સપ્તાહ કરતા વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ સરકાર આ કાયદાઓ પરત ખેંચવા તૈયાર નથી. ત્યારે સરકાર કિસાન બિલ લાવીને એમએસપી કરતા પણ ઓછા ભાવે ખેડૂતની જણસી વેચવાનું કાવતરું ઘડતી હોય તેવું લાગી રહ્યું છે. જો સરકાર ખરેખર ખેડૂતોનાં હિતમાં કામ કરવા ઇચ્છતી હોય તો દેશભરનાં ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈને કૃષિબિલો પરત ખેંચવા જોઈએ.

સમગ્ર મામલે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને બાદમાં કલેક્ટર કચેરીનાં પ્રાંગણમાં કિસાન સંઘે વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેને પગલે પોલીસે પ્રમુખ દિલીપભાઈ સખીયા સહિત ભરતભાઈ પીપળીયા, ભુપતભાઈ કાકડીયા, માધુભાઈ પાંભર, ઠાકરશીભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલિયા, વિઠ્ઠલભાઈ બાલધા, દીપકભાઈ લીમ્બાચીયા, શાંતિલાલ વેગડ, વિપુલભાઈ સુદાણી, વેલજીભાઈ રૈયાણી, અને ગોરધનભાઈ ભૂત સહિતનાં તમામની અટકાયત કરી હતી.

#Rajkot - ખેડૂત આંદોલનનાં સમર્થનમાં કિસાન સંઘની કલેક્ટરને રજૂઆત, 12 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

વડોદરામાં શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી) પક્ષે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને એક આવેદનપત્ર સુપરદ કરીને તાજેતરમાં મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાંઆવેલા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવા અનુરોધ કર્યો છે.
ખેડૂત વિરોધી બીલની સામે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વડોદરા જીલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો), વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર જીલ્લા ના ચુંટાયેલા સભ્યો, ફન્ટલ સેલ ના હોદ્દેદારો, શહેર જીલ્લા ના આગેવાનો તથા શહેર જીલ્લા કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણા યોજી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું.

More #Farmer #Protest #Rajkot #Vadodara #Congress #Prasant Patel #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud