• ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ખાતે ગાંધીનગરની ટીમ તાબડતોબ પહોંચી રાજકોટ
  • રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તપાસ કરવા આપી સૂચના
  • પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ છે એ.કે.રાકેશ
  • સચિવ કક્ષાના અધિકારીઓ આગ અંગે કરશે તપાસ તેમજ FSI અને PGVCLના અધિકારી ઓ એ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ જાણવા કરી વિઝીટ
  • પોલીસ કમિશનર અગ્રવાલ,ના સુપરવિઝન હેઠળ ડી સી પી જાડેજા ની આગેવાની માં  એસ આઈ ટી ની રચના

#Rajkot - હોસ્પિટલ અગ્નિકાંડઃ સુપ્રિમ કોર્ટે ઘટનાને સુઓમોટો તરીકે લીધી, ગુજરાતમાં વારંવાર બનતી ઘટના અંગે સરાકર પાસે જવાબ માંગ્યો

WatchGujarat. શહેરનાં મવડી વિસ્તારમાં આનંદ બંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં પાંચ-પાંચ લોકો જીવતા જ ભૂંજાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ ત્વરિત કાર્યવાહીનાં આદેશ આપ્યા છે. અને મૃતકોના વારસદાર માટે 4-4 લાખની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીનાં આદેશ બાદ તંત્ર પણ દોડતું થયું છે. અને આ અગ્નિકાંડની તપાસ માટે FSLની ટીમ આવી પહોંચી છે. સાથે માલવીયાનગર પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તો PM મોદીએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

પીએમ મોદીએ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા 5 દર્દીઓ માટે દુ:ખ વ્યક્ત કર્યું

રાજકોટની શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડમાં ICUમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓના દર્દનાક મોત થયા છે. ત્યારે પ્રધાનમંત્રીએ સમગ્ર ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ દ્વારા તેઓએ કહ્યું કે, રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. તે દુખદાયક બાબત છે. જે પરિવારજનોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુખની લાગણી અનુભવાય છે. પ્રશાસન દ્વારા પીડિત લોકોને દરેક શક્ય મદદ કરવામાં આવશે.

FSL ની ટીમ દ્વારા આગનું કરણ જાણવા તપાસ શરૂ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં પાંચ-પાંચ લોકો ભડથું થયા છે. જો કે હજુપણ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ત્યારે આ કારણ જાણવા FSLની મદદ માંગવામાં આવી છે. જેને પગલે આજે બપોરે FSLની ટીમ આવી પહોંચી છે. અને જ્યાં આગ લાગી હતી તે ICU વિભાગનું ઝીણવટભર્યું ઇન્સ્પેકશન શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસ પૂર્ણ થયા બાદ આગ લાગવાનું સાચું કારણ સામે આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાયો ગુનો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ મામલે જવાબદારો સામે ત્વરિત પગલાં લેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત હાલ સમગ્ર મામલે માલવીયા પોલીસમાં અકસ્માતે પાંચ દર્દીનાં મોતનો ગુનો દાખલ કરાયો છે. હવે પોલીસ પણ આગને લઈ તપાસ કરશે અને જે કોઈ આ માટે જવાબદાર સાબિત થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ માટે FSLનો રિપોર્ટ મહત્વનો બની રહેશે.

સુપ્રીમ કોર્ટ ઘટનાને સુઓમોટો તરીકે લીધી

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની સુપ્રીમ કોર્ટ પણ ગંભીર નોંધ લીધી છે. અને આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી છે. એટલું જ નહીં ગુજરાતમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાને લઈને રાજ્ય સરકારને જવાબ આપવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટ કર્યો છે.

હોસ્પિટલ ટ્રસ્ટે કહ્યું- ઇચ્છતા ન હોવા છતાં કલેક્ટર તંત્રની સમજાવટ બાદ કોવિડ હોસ્પિટલ શરૂ કરી !

રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 લોકો જીવતા હોમાયા હતા. આ હોસ્પિટલ શિવાનંદ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે ટ્રસ્ટનાં સંચાલકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું હતું કે, અમે કોવિડની હોસ્પિટલ શરૂ કરવા તૈયાર જ નહોતા. પરંતુ કલેક્ટર તંત્ર દ્વારા સમજાવટ બાદ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલા આ નિવેદનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરાઇ

હ્યદય હચમચાવતી આગ અને 5 દર્દીઓના મોત ના બનાવ ના પગલે એસ આઈ ટી ની રચના માં પોલીસ કમિશનર અગ્રવાલ,ના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે. જેમાં ડી સી પી જાડેજા ની આગેવાની માં ,એસીપી ગેડમ, એસ ઓ જી પીઆઇ રાવલ દ્વારા આગ અંગે ના કારણ નો સ્પષ્ટ રીપોર્ટ પોલીસ કમિશનર સોંપશે. ત્યાર બાદ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે તપાસ ના અંતે ફરિયાદ નોંધવામાં આવશે.

#Rajkot News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud