• જીજા શહેર ખાતે જન્મેલા અભય ભારદ્વાજે માત્ર 23 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો,
  • વિચક્ષણ બુદ્ધિને કારણે સાંસદ સુધીની સફર તેમણે આસાનીથી ખેડી
  • અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂંટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી
  • સાંસદે ફિલ્મમાં જજ તરીકેનો રોલ પણ કર્યો

#Rajkot - યુગાન્ડામાં જન્મેલા Abhay Bharadwaj 23 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ્યા, જાણો તેમના જીવનની મહત્વની વાતો

WatchGujarat. Bharadwaj – રાજયસભાનાં સાંસદ અને ખૂબ જાણીતા એડ્વોકેટ અભય ભારદ્વાજનું આજે 66 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમના નિધન પર ખુદ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતનાં દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. યુગાન્ડાના જીજા શહેર ખાતે જન્મેલા અભય ભારદ્વાજે માત્ર 23 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પોતાના સ્વભાવ તેમજ વિચક્ષણ બુદ્ધિને કારણે સાંસદ સુધીની સફર તેમણે આસાનીથી ખેડી હતી. 

ભાજપે રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યની ખાલી પડેલી બે સીટમાંથી ભાજપે એક ઉમેદવાર તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં જન્મેલા અને એસએસસી ભારતમાં કરી અખબારથી લઈને ધારાશાસ્ત્રી બની અગ્નિકાલ ફિલ્મમાં કામ કરી ચૂકેલા અભય ભારદ્વાજ 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા હતા. #Bharadwaj

અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રીલ 1954ના પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં થયો હતો. ભણવામાં તેજસ્વી અભયભાઈને યુગાન્ડા સરકારે ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. એટલું જ નહીં જીજા ગુજરાતી મંડળે 13 વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યું હતું. એસએસસી ભારતમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં. આ દરમિયાન જ સંજોગોને કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી દીધું હતું.

1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે તેઓ રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. અને અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું. વકીલાત દરમિયાન તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં ખૂબ મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો. આ સાથે બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપ્ના કરી હતી. અભયભાઈ હેઠળ 200થી વધુ જુનિયર વકીલ કામ કરતા હતા. જે કોઈપણ વકીલ માટે એક રેકોર્ડ સમાન છે.

રાજકારણ અને વકીલાત ઉપરાંત હિન્દુ અને મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં અભયભાઈ અંગત રીતે રસ લેતા હતા. તો અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂંટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ફિલ્મમાં જજ તરીકેનો રોલ પણ કર્યો હતો. ઉપરાંત બાપા સિતારામ ફિલ્મમાં અભય ભારદ્વાજ ક્લેક્ટર બન્યા હતા. બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને તેઓ પ્રમુખ બન્યા હતાં. તો વડાપ્રધાને કાયદા પંચમાં તેમની ખાસ નિમણૂંક કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગી સમિતીનાં સભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચુક્યા છે.

અભયભાઈના પરિવારમાં પત્ની અલ્કાબેન અને ત્રણ સંતાનોમાં સૌથી મોટા આશ્કાબેન, એડવોકેટ અમૃતાબેન અને જીંદાલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પુત્ર અંશભાઈ છે. અભયભાઈના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વિવિધ પદો પર સેવા આપી છે.

More #BJP #MP #Bharadwaj #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud