• ખંભાળિયાની બજારોમાં મોટી સંખ્યામાં મહિલાઓની પણ અવરજવર હોય છે
  • શખ્સો યુવકને બજારમાં ફેરવ્યા બાદ નગ્ન સ્થિતિમાં જ પોલીસ મથકમાં મૂકી આવ્યા
  • શખ્સોએ પોતે પોલીસ અધિકારી હોય તેમ આને રૂમમાંબેસાડી દો તેવો હુકમ પણ ફરજ પર હાજર પોલીસને કર્યો

ખંભાળિયામાં યુવકને નગ્ન કરી બજારોમાં ફેરવાતા લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા, જુઓ VIDEO
WatchGujarat. શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે. જેને લઈને શહેરના લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. ખંભાળિયાની બજારોમાં મોટી સંખ્યામાં મહિલાઓની પણ અવરજવર હોય છે., ત્યાં કેટલાક લોકોએ યુવકને નગ્ન કરીને ફેરવ્યો હતો. અને હદ તો ત્યારે થઈ જ્યારે આ શખ્સો યુવકને બજારમાં ફેરવ્યા બાદ નગ્ન સ્થિતિમાં જ પોલીસ મથકમાં મૂકી આવ્યા હતા. એટલું જ નહીં પોતે પોલીસ અધિકારી હોય તેમ આને રૂમમાંબેસાડી દો તેવો હુકમ પણ ફરજ પર હાજર પોલીસને કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ, જે યુવકને નગ્ન કરીને ભરબજારે ફેરવવાયો તે યુવક સોશિયલ મીડિયા દ્વારા દારૂ જુગાર સહિતની કાર્યવાહી અંગે પોલીસને ભાંડતો રહે છે. થોડા દિવસો પૂર્વે આ યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બે શખ્સો વિષે અનુચિત ટીપ્પણી કરી હતી. જેનો ખાર રાખીને આજે કેટલાક શખ્સોએ તેને કારમાં બેસાડયા બાદ નગ્ન કરીને ભર બજારમાંથી પોલીસ મથક સુધી લઇ જવામાં આવ્યો હતો.

જો કે સમગ્ર ઘટના સમયે પોલીસ શું કરતી હતી તે એક મોટો સવાલ છે. આ અંગે ઇન્ચાર્જ એસ.પી.હીરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મામલે જે શખ્સોએ યુવકને નગ્ન કર્યો તેની સામે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. અને તે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ ફરિયાદ બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

More #ખંભાળિયા #Khambhaliya #Gujarati News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud