• રાજકોટ જિલ્લામાં કોરોનાની વેક્સીન લોકો સુધી પહોંચાડવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
  • કો-વિન નામની એપ્લિકેશન પણ બનાવવામાં આવી, આ એપ્લિકેશનમાં જે લોકોને વેકસીન અપાશે તેના નામ નોંધવામાં આવશે.

 

#Rajkot - આગોતરું આયોજન : કોરોનાની વેક્સિન આપવા માટે ટાસ્ક ફોર્સની રચના, કો-વિન એપ્લિકેશન બનાવાઈ

WatchGujarat. વેક્સિન ટ્રાયલ ફેઝમાંથી બહાર આવે એટલે તુરંત લોકો સુધી પહોંચાડી શકાય તે માટે તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ તાલુકા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ વેક્સિનેશનની જવાબદારી ટાસ્ક ફોર્સની રહેશે. પ્રાંત અધિકારીને આ ટાસ્ક ફોર્સનાં અધ્યક્ષ બનાવાયા છે. તેમજ કો-વિન નામની એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં જે લોકોને વેકસીન અપાશે તેના નામ નોંધવામાં આવશે.

જાણવા મળતી વિગતો મુજબ ટીમમાં વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, સંસ્થાઓ અને એનસીસી તેમજ એનએસએસને સમાવાયા છે. આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઊભી કરવાની છે. આ માટે ખાસ પ્રકારની કો-વિન એપ્લિકેશન બનાવાઈ છે જેમાં રસીના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરાશે તેમજ રીયલ ટાઈમ મોનિટરિંગ કરાશે.

ટાસ્ક ફોર્સમાં પ્રાંત અધિકારી(અધ્યક્ષ), તાલુકા મામલતદાર, TDO, THO, TPO, ICDSના સીડીપીઓ તેમજ ટીપીઈઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, NCC બોયઝ બટાલિયનના કમાન્ડન્ટ, નેહરુ યુવા કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ યૂથ ઓફિસર, NSSના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સહિતનાંઓને જોડવામાં આવ્યા છે. આ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તેમણે સભ્યો સાથે ચર્ચા કરીને વહેલીતકે રસીકરણ અને તેને સંલગ્ન કામગીરી માટે વધુમાં વધુ લોકોને જોડીને ટીમ બનાવવા સૂચના આપી છે.

ટાસ્ક ફોર્સની મુખ્ય કામગીરીમાં વેક્સિન લોજિસ્ટિક્સ તેમજ કોલ્ડ ચેઈન નક્કી કરવી અને જવાબદારી સોંપવાની સાથે તમામ સંગઠનો, સંસ્થાઓ યુનિસેફ, સિવિલ સોસાયટી, ધાર્મિક સંસ્થાનો, એનજીઓને સાથે રાખવાની રહેશેમ આ ઉપરાંત ખાનગી અને સરકારી એકમોમાંથી રસી આપવા માટે સક્ષમ હોય તેવા કર્મચારીઓને શોધી રસીકરણ થાય ત્યાં સુધીની તમામ વ્યવસ્થા તેમજ સુરક્ષા માટેનું આયોજન પણ આ ટાસ્ક ફોર્સ દ્વારા કરાશે.

More #કોરોના #Vaccine #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud