• ભાજપ પર આકરા પ્રહારો કરી દર બુધવારે જનસંપર્ક કરવાનું પણ જાહેર કરવામાં આવ્યું
  • NCP દ્વારા ખેડૂતો સાથે મુલાકાતો કરી તેમની મુશ્કેલીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે
  • નર્મદા યોજનાનાં લાભો ખેડૂતો સુધી ન પહોંચતા હોવાનો આક્ષેપ

#Rajkot - NCP કાર્યાલયનું રેશ્મા પટેલનાં હસ્તે ઉદ્ઘાટન, કોર્પોરેશનની ચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત

WatchGujarat. શહેરનાં કાલાવડ રોડ ખાતે આજે NCPના કાર્યાલયનું મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોર્પોરેશનની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત NCP દ્વારા કરવામાં આવી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરી દર બુધવારે જનસંપર્ક કરવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે પત્રકાર પરિષદમાં ખુદ રેશ્મા પટેલ માસ્ક વિના જોવા મળતા વિવિધ ચર્ચાઓ ચાલી હતી.

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં NCP દ્વારા ખેડૂતો સાથે મુલાકાતો કરી તેમની મુશ્કેલીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ અંગે જે તે જવાબદારો સાથે ચર્ચા કર્યા બાદ જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. સાથે જ દર બુધવારે કાર્યાલય ખાતે જનસંપર્ક કરવામાં આવનાર હોવાનું જણાવતા તેમણે લોકોને પણ NCP સાથે જોડાવાની અપીલ કરી હતી.

આ તકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા તેમણે કલ્પસર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને કલ્પસરનાં નામે પ્રજાના કરોડોનો ખર્ચ કરી ભાજપે યોજનાને અભેરાઈએ ચડાવ્યાનો આક્ષેપ પણ કર્યો હતો. તો સાથે જ નર્મદા યોજનાનાં લાભો ખેડૂતો સુધી ન પહોંચતા હોવાનો આક્ષેપ પણ રેશ્મા પટેલે કર્યો હતો. અને આગામી સમયમાં ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવામાં આવનાર હોવાનું પણ કહ્યું હતું.

વધુમાં રેશ્માએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અમે કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી રહ્યાં છીએ. આ માત્ર પાર્ટીનું કાર્યાલય નથી. પણ જનસંપર્ક માટેનું કાર્યાલય છે. રાજકીય પક્ષ તરીકે અમારી ફરજ છે અમે લોકોનો અવાજ બનીએ. NCPના દરવાજા બધાં માટે ખુલ્લા છે.

More #Reshma Patel #NCP #Office Opening #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud