WatchGujarat. રાજકોટ જિલ્લામાં આવતા સરધાર, પાડાસણ અને કથરોટા વિસ્તારમાં સિંહ - સિંહણે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સિંહ કાથરોટામાં જોવા મળ્યો હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સિંહો ટેકરા પર લટાર મરતા જોવા મળ્યાં હતાં.
https://youtu.be/noWn8a-O_Iw
વનવિભાગની ટીમનું સતત મોનીટરીંગ
પ્રાપ્ત વિગતો અનુસાર, વાઇરલ વીડિયોમાં ધારી બાજુથી ગોંડલ થઈને એક માદા અને એક નર સિંહ રાજકોટ તાલુકામાં ચડી આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. જો કે સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે. અને સ્થિતીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
[caption id="attachment_32976" align="aligncenter" width="1024"] સિંહના પંજા[/caption]
વન્ય જીવો અવાર નવાર રહેણાંક વિસ્તારોમાં આવતા લોકોની ચિંતામાં વધારો
સિંહો રાજકોટ જિલ્લાના સરધારસ પાડાસણ અને કાથરોટા વિસ્તારમાં જોવા મળી રહ્યાં હોવાનો વાઇરલ વિડીયો સામે આવ્યો છે. એક માદા અને નર સિંહ રાજકોટ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં લટાર મારી રહ્યાં છે. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલા જ ગોંડલના રહેણાંક વિસ્તારમાં એક બંધ મકાનમાં દીપડો ઘુસી ગયો હતો. જો કે વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો. આમ, વન્ય જીવો અવાર નવાર રહેણાંક વિસ્તારોમાં આવી જતા લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
સિંહને પહેલીવાર નજીકથી જોઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો- વન વિભાગ
રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સિંહની ગતિવિધિઓ જોવા મળી રહી છે. સરધાર ગામમાં પહેલી વાર સિંહ જોવા મળ્યા હોવાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે સિંહને પહેલીવાર નજીકથી જોઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા જસદણ સહિતના તાલુકામાં આવેલ ગામના સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી. હાલમાં ફોરેસ્ટ વિસ્તારમાં બે ટીમ કાર્યરત કરવામાં આવી છે.
WatchGujarat.રાજકોટ જિલ્લામાં આવતા સરધાર, પાડાસણ અને કથરોટા વિસ્તારમાં સિંહ - સિંહણે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સિંહ કાથરોટામાં જોવા મળ્યો હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સિંહો ટેકરા પર લટાર મરતા જોવા મળ્યાં હતાં.