રેસકોર્ષ પાર્કમાં આવેલા ફ્લેટમાં કેટલાક શખ્સો નશો કરી રહ્યા હોવાની જાણ થતાં પોલીસ ત્રાટકી
ટેક્સ આસિસ્ટન્ટ સુધીરકુમાર રામકુમાર યાદવ, ટેક્સ ઈન્સપેક્ટર આશિષ રાજસિંગ રાણા અને રવિન્દ્ર સર્જનસિંહ સિંધુ ઉપરાંત સ્ટેનોગ્રાફર ઇન્સપેક્ટર ભાનુપ્રતાપસિંગ નશામાં ધૂત મળી આવ્યા
રાજકોટ. ઇન્કમટેક્સ વિભાગના ચાર કર્મચારીઓને નશાની હાલતમાં પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે. શહેરનાં રેસકોર્ષ પાર્કમાં આવેલા ફ્લેટમાં કેટલાક શખ્સો નશો કરી રહ્યા હોવાની જાણ થતાં પોલીસ ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતાં ઈન્કમટેક્સ કચેરીના ચાર અધિકારીઓ નશાની હાલતમાં મળી આવ્યાં હતાં. જેને પગલે પોલીસે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ જાણ કરી હતી કે, રેસકોર્ષ પાર્ક શેરી નં.2માં ફ્લેટ નં. 27/103માં કેટલાક શખ્સો નશો કરી રહ્યા છે. જેને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડતા ટેક્સ આસિસ્ટન્ટ સુધીરકુમાર રામકુમાર યાદવ, ટેક્સ ઈન્સપેક્ટર આશિષ રાજસિંગ રાણા અને રવિન્દ્ર સર્જનસિંહ સિંધુ ઉપરાંત સ્ટેનોગ્રાફર ઇન્સપેક્ટર ભાનુપ્રતાપસિંગ નશામાં ધૂત મળી આવ્યા હતા.
પ્રદ્યુમનનગર પોલીસે દારૂની પાર્ટી કરીને 'ડમડમ' થયેલા ચારેયને ઝડપી લીધા છે. હાલ તમામ સામે પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. જો કે અધિકારીઓ અને કર્મચારીઓ જ નશામાં ધૂત હોવાનું સામે આવતાં ઈન્કમટેક્સ વિભાગમાં ચર્ચાનો દોર જામ્યો છે. દારૂ પાર્ટીમાં સામેલ ઇન્કમટેક્સના કર્મીઓ નશામાં એટલા ધુત હતા કે જ્યારે તેમને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા ત્યારે તેઓના મોઢા પર ખુશી છલકાઇ રહી હતી.