રાજકોટની એક યુવતિએ બંનેનો સમન્વય કરીને ચોકલેટ ફટાકડાનું સર્જન કર્યું
બાળકો ફટાકડા ઓછા ફોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જ ખાસ ફટાકડા રૂપી ચોકલેટ બનાવવામાં આવી છે. - ખુશીબેન
કુલીન પારેખ - રાજકોટ. દિવાળીનાં તહેવારોમાં ફટાકડા અને મીઠાઈનું ખાસ મહત્વ હોય છે. જો કે આમ તો આ બંને વસ્તુઓ એકબીજાથી બિલકુલ અલગ છે. પરંતુ કંઈક અનોખું કરવા માટે જાણીતા રંગીલા રાજકોટની એક યુવતિએ બંનેનો સમન્વય કરીને ચોકલેટ ફટાકડાનું સર્જન કર્યું છે. અને યુવતિની શોધને લોકોની સાથે-સાથે ખાસ નાના બાળકો ખાસ આવકારી રહ્યા છે.
[embed]https://youtu.be/WzKSZy-qAAc[/embed]
આ અનોખા ચોકલેટ ફટાકડા બનાવનાર નવલનગરની યુવતિ ખુશીબેને જણાવ્યું હતું કે, પોતે તેમજ પરિવાર છેલ્લા ચારેક વર્ષથી મુખવાસ અને હોમ મેઇડ ચોકલેટ બનાવવાના વ્યવસાય સાથે સંળાયેલા છે. સામાન્ય રીતે દરવર્ષે ચોકલેટમાં કંઇકને કંઇક નવી વેરાયટી લાવીએ છીએ. છે. જે અંતર્ગત આ વર્ષે કોરોનાને લીધે બાળકો ફટાકડા ઓછા ફોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જ ખાસ ફટાકડા રૂપી ચોકલેટ બનાવવામાં આવી છે.
આ ચોકલેટની ખાસિયતો જણાવતા તેમણે કહ્યું હતું કે, તે દેખાવમાં રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ સહિતનાં વિવિધ ફટાકડા જેવી લાગે છે. પરંતુ ખાસ બાળકોનાં સ્વાસ્થ્યને ધ્યાન રાખીને આ ફટાકડા ચોકલેટમાં ડાર્ક ચોકલેટ તેમજ ડ્રાયફ્રુટ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યું છે. સામાન્ય ચોકલેટ વધુ માત્રામાં ખાવાથી બાળકનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરંતુ આ ચોકલેટ ગમે તેટલા વધુ પ્રમાણમાં ખાવાથી પણ નુકસાન થવાની સંભાવના નહીંવત હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સદર બજારમાં આવેલ ફટાકડા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે વેપારીઓને છે કે દિવાળીના દિવસે રાજકોટમાં કરોડો રૂપિયાના ફટાકડાનું વેંચાણ થશે. તો બીજીતરફ રાજકોટની યુવતિએ બનાવેલા ચોકલેટ ફટાકડા જેમાં શંભુ ચોકલેટ, ભિતિયા બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ, ચકરી ચોકલેટ સહિતની અવનવી વેરાયટી બજારમાં ધૂમ મચાવી રહી છે.

[embed][/embed]