માસ્ક ઉતારીને સિગરેટ પીનાર યુવકે રૂ.1200નો ચાંદલો કરવો પડ્યો, વ્યસનીઓમાં ગભરાટ
મનીષભાઈ દેવળભાઇ ચૌધરી નામનો યુવક માસ્ક ઉતારીને જાહેરમાં સિગરેટ પી રહ્યા હતા. જેને પગલે તેને ઝડપી પાડીને પોલીસે તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરી
અન્યનાં જીવ જોખમમાં મૂકનાર સામે થયેલી આ કાર્યવાહીની પ્રશંસા પણ કરી
રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે પોલીસ પહેલેથી જ સક્રિય છે. અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન આજે શહેરમાં સૌપ્રથમ જાહેરમાં સિગરેટ પીવાનો ગુનો નોંધાયો છે. જેમાં માસ્ક ઉતારીને સિગરેટ પીનાર યુવકે રૂ.1200નો ચાંદલો કરવો પડ્યો છે. જેને લઈ અનેક વ્યસનીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે ડી ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મનીષભાઈ દેવળભાઇ ચૌધરી નામનો યુવક માસ્ક ઉતારીને જાહેરમાં સિગરેટ પી રહ્યા હતા. જેને પગલે તેને ઝડપી પાડીને પોલીસે તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં જાહેરમાં સિગરેટ ફૂંકવા માટે તમાકુ અધિનિયમ અન્વયે રૂપિયા 200 અને માસ્ક નહીં પહેરવા બાદલ રૂપિયા 1000 સહિત કુલ રૂપિયા1200નો દંડ ભક્તિનગર પોલીસે વસૂલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગે સિગરેટ સહિતની તમાકુ વાળી પ્રોડક્ટના બંધાણીઓ જાહેરમાં તેનું સેવન કરતા હોય છે. ત્યારે ભક્તિનગર પોલીસે જાહેરમાં જ માસ્ક ઉતારીને સિગરેટ પીનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા વ્યસનીઓમાં ફફડાટ ફેલાયો છે. તો બીજીતરફ કેટલાક લોકો તો અન્યનાં જીવ જોખમમાં મૂકનાર સામે થયેલી આ કાર્યવાહીની પ્રશંસા પણ કરી રહ્યા છે. અને આ મુદ્દો હાલ શહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
- માસ્ક ઉતારીને સિગરેટ પીનાર યુવકે રૂ.1200નો ચાંદલો કરવો પડ્યો, વ્યસનીઓમાં ગભરાટ
- મનીષભાઈ દેવળભાઇ ચૌધરી નામનો યુવક માસ્ક ઉતારીને જાહેરમાં સિગરેટ પી રહ્યા હતા. જેને પગલે તેને ઝડપી પાડીને પોલીસે તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરી
- અન્યનાં જીવ જોખમમાં મૂકનાર સામે થયેલી આ કાર્યવાહીની પ્રશંસા પણ કરી