રાજકોટ. તાજેતરમાં મેડિકલમાં એડમિશન માટેની NEET પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં એક ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીએ ડંકો વગાડી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. નાનાં ગામનો વતની અને કોઈપણ ટ્યુશન કલાસ જ નહીં રાખવા છતાં રાજ રસિકભાઈ ગજેરા નામનાં આ વિદ્યાર્થીએ NEETની પરીક્ષામાં 720 પૈકી 705 માર્ક્સ મેળવી રાજ્યમાં બીજું તેમજ દેશમાં 36મું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં તેનું કહેવું છે કે, પોતે હવે AIMSમાં પ્રવેશ મેળવવા સક્ષમ હોય તેવો ગુજરાતી મીડીયમનો સંભવિત પ્રથમ વિદ્યાર્થી બન્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં રાજે જણાવ્યું હતું કે, મેં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ તપોવન સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં જ કર્યો છે. અને ક્યારેય કોઈપણ ટ્યુશન રાખ્યું નથી. જો કે મારી શાળાનાં શિક્ષકોએ ડગલે ને પગલે મારૂ માર્ગદર્શન કર્યું હતું. લોકડાઉનમાં પણ ફોન અને મેસેજનાં માધ્યમથી શિક્ષકોએ કરેલી સતત મદદને કારણે જ મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જેમાં ગુજરાતી મીડિયમમાં મારો હાઈએસ્ટ રેન્ક હોઈ દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં એડમિશન મળવાપાત્ર છે.
ઉલ્લેખનીય છે કે, રાજ જામકંડોરણાના નાના એવા ખાટલી ગામમાં રહે છે. જો કે પરિણામ જાહેર થયું ત્યારે નામ સામે રાજ્યમાં ભૂલથી ગુજરાતને બદલે દિલ્હી લખાઈ ગયું હતું. જેને લઈ ગુજરાતમાં આટલી મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ હોવા છતાં લોકોના ધ્યાને આવતા થોડું મોડું થયું છે. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી બહુ આગળ ન વધી શકે એવું માનનારા લોકો માટે રાજે અનોખો દાખલો બેસાડ્યો છે.
NEETનાં પરિણામમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને પણ રાજકોટનો વિદ્યાર્થી, દેશમાં 10મું સ્થાન
NEETનાં પરિણામમાં 720 પૈકી 710 માર્ક્સ લઈને રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસિલ કરનાર વિદ્યાર્થી પણ રાજકોટનો છે. માતરવાડિયા માનિત નામના વિદ્યાર્થીએ દેશમાં 10મું અને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી રંગીલા રાજકોટનું ગૌરવ વધાર્યું છે. દેશના ટોપ 50 રેન્કમાં ગુજરાતના માત્ર 3 વિદ્યાર્થીઓ પૈકી માનિત 10માં રેન્ક સાથે રાજ્યમાં પ્રથમ છે. રાજ 36માં રેન્ક સાથે રાજકોટમાં બીજો તો અમદાવાદનો અંજિક્યા દિપક નાઈક 42માં ક્રમ સાથે ગુજરાતમાં ત્રીજો છે.