• જુદી-જુદી ટીમો દ્વારા બસ તેમજ રેલવે સ્ટેશન સહિત એરપોર્ટ પર પણ બહારથી આવતા મુસાફરોનું ચેકીંગ શરૂ કરાયું
  • વોર્ડ નંબર 14નાં પ્રહલાદ પ્લોટ, વર્ધમાનનગર તેમજ પેલેસ રોડ પર જ સૌથી વધુ 70 જેટલા પોઝીટીવ કેસો હોવાનું સામે આવ્યું

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને આજે વધુ 6 દર્દીઓના મોત થવાની સાથે જ બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 35 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે હવે કોરોનાને રોકવા મનપા એક્શન મોડમાં આવી ગયુ છે. અને જુદી-જુદી ટીમો દ્વારા બસ તેમજ રેલવે સ્ટેશન સહિત એરપોર્ટ પર પણ બહારથી આવતા મુસાફરોનું ચેકીંગ શરૂ કરાયું છે. એટલું જ નહીં સુપરસ્પ્રેડર ગણાતા શાકભાજી સહિતનાં ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા વિસ્તાર વાઈઝ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હાલમાં વોર્ડ નંબર 14નાં પ્રહલાદ પ્લોટ, વર્ધમાનનગર તેમજ પેલેસ રોડ પર જ સૌથી વધુ 70 જેટલા પોઝીટીવ કેસો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સંતકબીર રોડ તેમજ પેડક રોડ પર સૌથી ઓછા કેસો હોવાનું તારણ સામે આવ્યું છે. અને વોર્ડ 5માં માત્ર 5 થી 10 કેસ જ આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ તારણ અનુસાર શહેરનાં કુલ 18 વોર્ડ પૈકી વોર્ડ નંબર 7 અને 14 સૌથી ભયજનક સ્થિતિમાં હોવાનું જણાતા હવે મનપા દ્વારા આ વોર્ડનાં વિસ્તારોમાં સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અન્ય શહેર તેમજ રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય શહેરનાં જે વિસ્તારોમાં ફેરીયા વધુ પ્રમાણમાં હોય તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોનાને અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે અંતર્ગત આજે લક્ષ્મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બજાર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાયે તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે. આ સિવાય પણ શહેરમાં ટેસ્ટીંગ બુથ, ધનવંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવીડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud