સામાન્ય લોકોને માસ્ક વગર નીકળવા સબબ તોતિંગ દંડ ફટકારતું પોલીસ કે આરોગ્ય તંત્ર કે કોર્પોરેશન તંત્ર આરોગ્ય અગ્ર સચિવ પાસેથી કેટલો અને ક્યારે દંડ વસૂલશે ? - લોકમુખે ચર્ચા
ખાસ ડોક્ટર્સની ટિમ સાથે અહીં આવેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને હજુ આ સંક્રમણ રોકવામાં ખાસ કોઈ સફળતા મળી નથી.
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને પોઝીટીવ કેસ સહિત મૃતકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાતેક દિવસથી આ માટે ખાસ ડોક્ટર્સની ટિમ સાથે અહીં આવેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને હજુ આ સંક્રમણ રોકવામાં ખાસ કોઈ સફળતા મળી નથી. ત્યારે લોકોને માસ્કની સુફિયાણી સલાહ આપતા આરોગ્ય સચિવ પોતે માસ્ક વિના ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેને લઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, મેડમ માસ્ક ક્યાં ?
https://youtu.be/8SpRIU1TUdQ
કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે સામાન્ય લોકો પાસે તોતિંગ દંડ વસૂલવામાં આવે છે. તો બીજી તરફ ખુદ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટના સર્કિટ હાઉસના બગીચામાં માસ્ક વગર મોર્નિંગ વોક કરતાં કેમેરામાં કેદ થઈ ગયા છે, ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય લોકોને માસ્ક વગર નીકળવા સબબ તોતિંગ દંડ ફટકારતું પોલીસ કે આરોગ્ય તંત્ર કે કોર્પોરેશન તંત્ર આરોગ્ય અગ્ર સચિવ પાસેથી કેટલો અને ક્યારે દંડ વસૂલશે? શું પ્રજા માટે નિયમ અલગ અને ઉચ્ચ અધિકારીઓ માટે દંડ અલગ હોય શકે ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.