લોકડાઉન દરમિયાન નદીમાંથી રેતી કાઢી ખનન માફિયાઓએ સરકારી ખરાબામાં જ ઢગલો કર્યો હોવાનું સામે આવ્યું છે
પ્રાંત અધિકારીએ ટીમ સાથે રાખીને મોડીરાત્રે દરોડો પાડતા એક કરોડની કિંમતનો 400 ટ્રક માલ ઝડપાયો હતો.
મધરવાડા પહોંચતાની સાથે જ ભાવેશ અને દેવલે તો ધાકધમકી આપવાની શરૂઆત કરી હતી
રાજકોટ.રફાળા ગામની સીમમાં મચ્છું નદી કિનારેથી રેતીચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેક્ટરનાં આદેશ બાદ પ્રાંત અધિકારીએ દરોડો પાડતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં લોકડાઉન દરમિયાન નદીમાંથી રેતી કાઢી ખનન માફિયાઓએ સરકારી ખરાબામાં જ ઢગલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ચોરીમાં બે પોલીસ કોન્સ્ટેબલ મનીષ ચાવડા અને દિલીપભાઈ બોરીચાની સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે.
રફાળા ગામે મચ્છું નદી કિનારેથી રેતીચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને મળી હતી. અને તેમણે ત્વરિત કાર્યવાહીના આદેશો આપ્યા હતા. જેને પગલે પ્રાંત અધિકારીએ ટીમ સાથે રાખીને મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. જેમાં એક કરોડની કિંમતનો 400 ટ્રક માલ ઝડપાયો હતો. આ મામલે બે ટ્રક, એક કાર તેમજ લોડર સહિતના વાહનો સહિત 6 શખ્સોને ઝડપી લઈને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ કાર્યવાહી દરમિયાન મધરવાડા ગામ પાસે પહોંચતા જ એક નંબર વગરની સફેદ કાર સામે આવી હતી. અને ટ્રક ચાલકે નાસવાનો પ્રયાસ કર્યો હતો. પણ મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કાર આડી રાખતા શંકાસ્પદ કાર પણ અટવાઈ ગઈ હતી. અને કારમાં સવાર પોલીસ કોન્સ્ટેબલ મનીષ ચાવડાનાં ભાઈ ભાવેશ, દેવલ માલા અને ભાવેશ માલા તેમજ ટ્રક ડ્રાઈવર સહિતનાંને મધરવાડા લઈ જવાયા હતા.
મધરવાડા પહોંચતાની સાથે જ ભાવેશ અને દેવલે તો ધાકધમકી આપવાની શરૂઆત કરી હતી. પરંતુ પ્રાંત અધિકારીએ પરચો બતાવતા તેમની શાન ઠેકાણે આવી હતી. દરમિયાન ભાવેશ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. જો કે આ સાથે જ મધરવાડાથી આગળ બીજી એક ટ્રક મળતા તેના ડ્રાઈવરને પકડી લઈ ચાવી-મોબાઈલ કબ્જે કરાયા હતા. આ ડ્રાઈવરનાં ફોન પરથી ભાવેશ અને દેવલે બધાને એલર્ટ કર્યા હોવાનો ખુલાસો પણ થયો છે.
આરોપીઓની પૂછપરછમાં રેતીચોરીનો બધો મુદ્દામાલ નજીકમાં સરકારી ખરાબામાં હોવાની જાણકારી મળી હતી. મધરવાડાથી આગળ આવેલી આ જગ્યાએ જોતા રેતીનાં 10 ફૂટથી ઊંચા આશરે 400 ટ્રક ભરી શકાય તેવા ઢગલા જોવા મળ્યા હતા. જેને પગલે પ્રાંત અધિકારીએ ખાણખનીજનાં અધિકારીને બોલાવ્યા હતા. દરમિયાન કુવાડવા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. અને બે ટ્રક એક કાર, લોડર સહિત ત્રણ શખ્સો ઉપરાંત બંને ડ્રાઈવરને ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.