ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યાને પગલે મહિલાઓએ બેડા ફોડી વિરોધ વ્યક્ત કર્યો
કોર્પોરેટર સહિત મહિલાઓની અટકાયત કરી સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને પોલીસે તમામને ઈકો કારમાં 7-8 મહિલાઓને બેસાડી દીધા
રાજકોટ : એકતરફ જ્યારે ચોમાસાની સિઝન ચાલું છે. અને ભારે વરસાદને કારણે ડેમો છલોછલ ભરાઈ ગયા છે. બીજીતરફ શહેરના કોઠારિયા વિસ્તારમાં પીવાના પાણીને લઈને કાગારોળ મચી ગઇ છે. આજે આ મુદ્દે મહિલાઓ ખાલી બેડાં સાથે રસ્તા ઉપર ઉતરી આવી હતી. અને માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને પગલે સોશિયલ ડિસ્ટન્સ ભૂલી પોલીસે ઈકો કારમાં મહિલાઓની અટકાયત કરી છે.
શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે વોર્ડ નંબર-18નાં કોંગ્રેસનાં નગરસેવક નિલેષ મારૂ અને મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં આજે સ્થાનિક મહિલાઓનું ટોળુ ખાલી બેડાં અને માટલાઓ સાથે રસ્તા પર આવી પહોંચ્યું હતું. મહિલાઓનાં જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશનમાં ભળ્યા છતાં પણ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. ડેમો ઓવરફ્લો હોવા છતાં અમને સપ્તાહમાં એકવાર જ પીવાનું પાણી આપવામાં આવે છે.
[caption id="attachment_1013" align="alignnone" width="1280"] (વિડીયો જોવા માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો.) [/caption]
આ તકે કોંગ્રેસના કોર્પોરેટર અને આગેવાને રેલ્વે ફાટક પાસે રસ્તા પર ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાને પગલે પોલીસ તરત જ દોડી ગઈ હતી. અને વિરોધ કરતા કોર્પોરેટર સહિત મહિલાઓની અટકાયત કરી હતી. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને પોલીસે ઈકો કારમાં 7-8 મહિલાઓને બેસાડી દેતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહત્વનું છે કે રાજકોટમાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે અને અવારનવાર પાણી કાપ મૂકવામાં આવતો હોય છે. તો અમુક સમયે દરરોજ અડધી કલાકના બદલે 20 મિનિટ પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું છે. અને રાજકોટ શહેરને પાણી પુરુ પાડતાં સ્થાનિક જળાશયો તેમ જ નાના-મોટા ચેકડેમ પણ પાણીથી છલકાઈ ચૂક્યા છે. ત્યારે પાણી વિતરણનાં અણઘડ આયોજનને લઈને લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
રાજકોટ : એકતરફ જ્યારે ચોમાસાની સિઝન ચાલું છે. અને ભારે વરસાદને કારણે ડેમો છલોછલ ભરાઈ ગયા છે. બીજીતરફ શહેરના કોઠારિયા વિસ્તારમાં પીવાના પાણીને લઈને કાગારોળ મચી ગઇ છે. આજે આ મુદ્દે મહિલાઓ ખાલી બેડાં સાથે રસ્તા ઉપર ઉતરી આવી હતી. અને માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને પગલે સોશિયલ ડિસ્ટન્સ ભૂલી પોલીસે ઈકો કારમાં મહિલાઓની અટકાયત કરી છે.
શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે વોર્ડ નંબર-18નાં કોંગ્રેસનાં નગરસેવક નિલેષ મારૂ અને મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં આજે સ્થાનિક મહિલાઓનું ટોળુ ખાલી બેડાં અને માટલાઓ સાથે રસ્તા પર આવી પહોંચ્યું હતું. મહિલાઓનાં જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશનમાં ભળ્યા છતાં પણ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. ડેમો ઓવરફ્લો હોવા છતાં અમને સપ્તાહમાં એકવાર જ પીવાનું પાણી આપવામાં આવે છે.
[caption id="attachment_1013" align="alignnone" width="1280"](વિડીયો જોવા માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો.)[/caption]