રેલવેમાં તમામ ડિવીઝનમાં મહિલાઓ અત્યંત મહત્વની ભુમિકા ભજવી રહી છે
ઘર-પરિવારની જવાબદારી સંભાળવાની સાથે મહિલાઓ જોબમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે
ટેકનીકલ - મિકેનિકલ થી લઇને એનમિનીસ્ટ્રેટીવ ડ્યુટીમાં મહિલાઓ હાલ ફરજ બજાવી રહી છે
WatchGujarat. મહિલાઓ પુરુષ સમોવડી બની હોવાની અનેક સાબિતીઓ અગાઉ પણ મળી ચુકી છે. રેલવે ડિવિઝનની વિરાંગનાઓ પણ વધુ એકવાર આ વાત સાબિત કરી રહી છે. અને પોતાના મહેનત અને મગજ દ્વારા દરરોજ દોડી રહેલી અનેક ટ્રેનો હજારો મુસાફરોને તેમની મંજીલ સુધી સુરક્ષિત રીતે પહોંચાડી રહી છે. તો જાણીએ કોણ છે આ મહિલાઓ અને કેવી છે તેમની કામગીરી.
ભારતીય રેલવેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે ત્યારે ભારતીય રેલ્વે તંત્રને ચલાવવા માટે લાખો લોકો કાર્યરત છે. જેમાં મહિલાઓ પણ પોતાની ભાગીદારી ભજવી રહી છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન ખાતે પણ મહિલાઓ પોતાની ફરજ નિભાવી રહી છે. અને દેશની પ્રગતિ માટે પોતાનું યોગદાન પણ આપી રહી છે. એડમિનીસટ્રેટિવ હોય કે પછી ટેક્નિકલ કામગીરી સ્ત્રી આજે બધા કાર્યમાં નિપુણ છે અને પોતાની કામગીરી ખુબ સારી રીતે બજાવી રહી છે.
વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર ક્લાસ-1 અધિકારી રીનીબેને જણાવ્યું હતું કે, સ્ત્રી જયારે ઘરથી બહાર નીકળે છે ત્યારે એક ચેલેન્જ હોય છે. પણ જો સ્ત્રી પોઝિટિવ આઉટલુક રાખી ને કામ કરે તો પોતાની જિંદગી બદલી શકે છે. તેઓ 2 વર્ષથી રેલવેમાં ફરજ બજાવે છે. જેમાં રાજકોટ ડીવીઝનમાં સરળતાથી અને સમય અનુસાર કાર્ય થાય તેનું સુપરવિઝન કરવાની કામગીરી તેઓ કરે છે. અને આ માટે રેલવે દ્વારા તેમને એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેમનું કહેવું છે કે, એવોર્ડ મળવાની સાથે જવાબદારી પણ વધી છે. જેને હું સારી રીતે નિભાવાની કોશિશ કરી રહી છું.
https://youtu.be/G-gQSBs61UE
રાજકોટ ડીવીઝનમાં ટેક્નિશ્યન અને કોન્ટ્રોલ રૂમમાં 7 વર્ષથી ફરજ બજાવતા ધર્મિષ્ઠા પૈજાએ જણાવ્યું કે તેઓનું મુખ્ય કામ કોચ અને વેગનમાં અંડર ગિયરની કામગીરી કરવાની હોય છે. જો કોચ કે વેગનમાં કોઈ ખામી સર્જાય તો તેનું સર્વિસ કાર્ય તેઓને કરવાનું હોય છે. ટ્રેનના વહીલની સર્વિસ ની કામગીરી તેઓ કરે છે. એર પ્રેશર ઉપર પણ ધ્યાન રાખવું પડે કારણ કે પ્રેશર યોગ્ય હોય તો જ ટ્રેનને બ્રેક લાગી શકે છે. ધર્મિષ્ઠાબેને જણાવ્યું કે, ક્યારેય પણ વિચાર્યું ન હતું કે હું અંડર ગિયરની કામગીરી કરીશ. પણ હવે હું મારી કામગીરી સહેલાઇ સાથે કરી રહી છું. આ સાથે હું કોન્ટ્રોલરૂમમાં આવતી કંમ્પ્લેનને રિસોલ્વ કરવાની અને મુસાફરોની ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવાની કામગીરી રેલ મદદ નામના સોફ્ટવેરથી કરું છું. મને પરિવારનો પૂરતો સપોર્ટ મળી રહ્યો છે. અને એટલે જ આ સફળતા મેળવી છે.
રાજકોટ ડીવીઝનમાં હાપામાં ફરજ બજાવનાર મહિલા ટેક્નિશિયન રાનુકુમારી ગોસાઈએ જણાવ્યું કે છેલ્લા 9 વર્ષથી તેઓ ઇલેક્ટ્રિક ટેક્નિશિયનની ફરજ બજાવે છે. તેમના કહેવા મુજબ આ નોકરી ચેલેન્જિંગ છે અને તેઓને પુરુષની બરોબરની કામગીરી કરવાની હોય છે. ટ્રેનમાં લાઈટ, ફેન, રોટરી, બેલ્ટ સહિતનાં રીપેરીંગની કામગીરી કરવાની હોય છે. જેને લઈને પરિવાર સાથે સમય કાઢવામાં મુશ્કેલી પડે છે. તો પણ મેનેજ થઇ જાય છે. મારો પુત્ર મેન્ટલી રિટાયર્ડ હોઈ તેને સાચવવો ખુબ સંઘર્ષમય છે. પણ મેં કદી હાર નથી માની, અને સતત લડતી રહુ છું. આ કહેતા તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.
રાજકોટ ડીવીઝનના સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ પ્રતિમા શેઠે જણાવ્યું કે રેલવેના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. લોકો પાઇલોટ ટ્રેનના હાથપગ છે ત્યારે અમે રેલવે ના મગજ છીએ. રેલવેમાં સ્ટેશન માસ્ટર - સુપ્રીટેન્ડન્ટની જવાબદારી ખુબ મહત્વની હોય છે. ટ્રેન એક ગામથી બીજા ગામ જતી હોય ત્યારે બધી સુવિધા પુરી પાડવી અને મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તેનું નિરીક્ષણ કરવાની જવાબદારી અમારી હોય છે. તેઓએ કહ્યું કે 1988 થી રેલવેમાં ફરજ બજાવું છું. એટલું જ નહીં તેઓ રેલવેમાં સ્ટેશન માસ્ટરની ફરજ બજાવનારા સૌ-પ્રથમ મહિલા રહી ચૂક્યા છે. જેનો તેમને ખૂબ જ ગર્વ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
કહેવાય છે કે કોમ્યુનિકેશન ગેપ થવા થી ઘણી બધી સામાસ્યો સામે આવતી હોય છે અને રેલવે પાસે વિરાટ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેને મેન્ટેન રાખવું એક મોટો ટાસ્ક છે. પરંતુ આ કામમાં પણ મહિલાઓ અવ્વલ છે. રાજકોટ ડિવિઝનની સિગ્નલ અને ટેલિ કોમ્યુનિકેશનમાં ફરજ બજવનાર શાહીના વોરા કહે છે કે, રેલવેનું પોતાનું કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ છે, ટેલિફોન કમ્પ્લેન, રીપેરીંગ, મેન્ટેનનેન્સ સહિતની કામગીરી તેઓ કરે છે 17 વર્ષથી તેઓ રેલવેમાં નોકરી કરે છે. જોકે પહેલા આ કામગીરી થોડી ટફ લાગતી પણ પરિવાર સહિત સાથી કર્મચારીઓના સપોર્ટથી હવે આ કામ સરળ થઈ ગયું છે. જો મહિલાઓને ધારે તો કોઈપણ ટફ કામ કરી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
રેલવે હવે પોતાના મુસાફરો ને સારી સગવડ દેવા માટે અનેક કામગીરી કરે છે જેમાં રેલવે પોતાની ગુણવતા સુધારવા પ્રયત્નશીલ છે. ગુણવતા સુધારવા માટે મહિલાઓ કરતા શ્રેષ્ઠ કામગીરી કોણ કરી શકે માટે રાજકોટ ડીવીઝનનાં વાણિજ્ય વિભાગ હેઠળ આવતા રેલ મદદમાં પન્નાબા જાડેજા ફરજ નિભાવે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી તેઓ રેલવેમાં નોકરી કરે છે અને મુસાફરો દ્વારા આવતી કમ્પ્લેનને તેઓ રિસોલ્વ કરવાની કામગીરી કરે છે. રોજની 10થી15 ફરિયાદો આવતી હોય છે. પરંતુ તમામનું સોલ્યુશન લાવવામાં તેઓ મહદઅંશે સફળ રહે છે. જો મહિલા ખુદને પણ ઈમ્પોર્ટન્ટ ગણશે તો બીજા પણ તે મહિલાને મહત્વ આપશે તે નક્કી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
રાજકોટ ડિવિઝનનાં સિગ્નલ અને ટેલિકોમ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં એસિસ્ટન્ટની ફરજ બજાવતી મહિલા મોના પડીયાએ જણાવ્યું કે કામ કરવું જરૂરી છે. અને તેમના પતિનો ખુબ સારો સપાર્ટ છે, પણ ક્યારે વિચાર્યું નહતું કે રેલવેમાં નોકરી મળશે. આજે 7 વર્ષથી તેઓ રેલવેમાં ફરજ બજાવે છે. શરૂઆતમાં કોમ્યુનિકેશનને કોન્ટ્રોલ કરવાની કામગીરી કઠિન લગતી હતી પણ હવે તે સરળતાથી થઇ જાય છે. સહાયક તરીકે જવાબદારી ખુબ મોટી હોય છે. ટ્રેનનાં કોમ્યુનિકેશનને મોનિટરિંગ કરી સમસ્યા નોંધી તેનો ઉકેલ કરવા કામગીરી પોતાની હોવાનું તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રેલવે એક એવી વ્યસ્વસ્થા છે જેને ચલાવનાર ખુદ વ્યવસ્થા ગોઠવવામાં અવ્વલ હોવા જોઈએ. અને આ મામલે મહિલાઓએ પોતાનું કાઠું કાઢ્યું છે. આ અવ્વલ મહિલાઓની રેલવેમાં મળતી સુવિધાઓને કારણે અનેક ટ્રેન દોડી રહી છે. અને તેમાં હજારો મુસાફરો આ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે. અને હાલના સમયમાં કદાચ ભારતીય રેલ સિસ્ટમ સ્ત્રી રૂપી શક્તિ વગર અધૂરી હોવાનું કહેવું જરાપણ અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય.