• જસદણ અને વીંછિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનારાઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે
  • આરોપી સામે કડક હાથે કાર્યવાહીના બદલે તપાસનાં ગાણા ગાઈને સંતોષ માનતી હોઈ લોકોમાં નારાજગી

#Rajkot - પ્રેમમાં નિષ્ફળતા અને વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળેલા યુવકે ઝેર ગટગટાવ્યુ
WatchGujarat. જસદણની વિવેકાનંદ સોસાયટીમાં પ્રેમમાં નિષ્ફળતા અને વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળેલા યુવકે ઝેર ગટગટાવી લીધું હતું. જેને પગલે યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. જો કે જસદણ અને વીંછિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનારાઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ આરોપી સામે કડક હાથે કાર્યવાહીના બદલે તપાસનાં ગાણા ગાઈને સંતોષ માનતી હોઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, મૃતક 27 વર્ષીય પિયુષ કલ્યાણભાઈ મજેઠીયા છેલ્લા બે વર્ષથી બનેવી સાથે રાજકોટ રહેતો હતો. અને એકાદ સપ્તાહ પહેલા રૂમ ભાડે રાખી જસદણની વિવેકાનંદ સોસાયટીમાં રહેવા આવ્યો હતો. જ્યાં સોમવારે પોતાના ઘરેઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો. પરંતુ તે પૂર્વે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાને લઈને પરિવારજનોમાં કલ્પાંત ફેલાયો છે. જોકે બાદમાં યુવાનની લાશને જસદણની સરકારી હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવતા તેના ખીસ્સામાં રહેલી સ્યુસાઈડ નોટ પણ જસદણ પોલીસને મળી આવી છે. જેમાં મૃતકે રાજકોટની કોઈ યુવતીના પ્રેમ પ્રકરણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પિતા 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને તેની માતા પ્રજ્ઞાચક્ષુ છે. તેમજ મૃતક અપરણિત હતો અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 

More #પ્રેમ #Young boy #ended #life #fail in love #pressure #from private #lenders #

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud