સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ ઓછા સમયમાં વિશ્વફલક પર પહોંચ્યું, આજે અમે એ જોઈ ગર્વ અનુભવીએ છે
સરદાર સાહેબને નમન કરવા આવ્યો છું : CM પ્રેમસિંગ તમંગ
સિક્કિમ સ્વિઝર્લેન્ડ જેવું છે, સિક્કિમના સૌથી વધુ પ્રવાસીઓ ગુજરાતના હોય છે, તમામ ગુજરાતીઓને સિક્કિમમાં આમંત્રણ
WatchGujarat. ભારતનું સૌથી મોટું અને સુંદર પ્રવાસન ધામ એટલે સિક્કિમ અને ટુરિઝમને સૌથી વધુ મહત્વ અપાતા સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમંગ પોતાના રાજ્યના મંત્રીમંડલ અને અધિકારીઓ ટુરિઝમ ના સ્ટુડન્ટો મળી 120 જેટલા ડેલીગેશન સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને સ્ટેટગેસ્ટ તરીકે સંપૂર્ણ સુવિધા પૂરી પાડી હતી. તેઓ દાંડી યાત્રામાં ભાગ લઈને નવસારી થી સીધા મોટર માર્ગે કેવડિયા પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ પર રેસ્ટ કરી ભોજન લીધું હતું. અને ત્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી ને કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રી તમંગે સરદાર સાહેબને શત શત નમન કર્યા હતા.
સિક્કિમ ના મુખ્ય મંત્રી પ્રેમસિંગ તમંગે જણાવ્યું હતું કે, ઐતિહાસિક દાંડી યાત્રા ના કાર્યક્રમ માં અમે આવ્યા હતા. ત્યાર બાદ આજે અમે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવ્યા અમને ખૂબ જોવાની જાણવાની મઝા આવી ટુક સમયમાં જે કેવડિયાનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યો છે તે અદભુત અને અકલ્પનિય છે.
SOU ની આ પ્રતિમા એકતાની પ્રતીક છે. ખુબ પ્રેરણા દાયી અને અદભુત છે, અહીંયા વારંવાર આવવું ગમે, ખુબ મોટું પ્રવાસન સ્થળ છે. કેમકે સિક્કિમ અમારું રાજ્ય પણ પ્રવાસન ને ખુબ પ્રમોટ કરે છે, એમ કહેતો પણ ચાલે કે ટુરિઝમ અમારે ત્યાં મુખ્ય છે. અમે પ્રવાસીઓની સુવિધા માટે ઘણું કર્યું છે.
એકવાર સિક્કિમ આવે તે સ્વિઝર્લેન્ડ ને ભુલીજાય એવી સુંદરતા અમારા પ્રદેશમાં છે, એટલે હું ગુજરાતીઓને આમંત્રણ આપું છું કે, અમારા સિક્કિમ માં એકવાર આવો, સિક્કિમ માં આવનારા પ્રવાસીઓમાં સૌથી વધુ ગુજરાત રાજ્યના હોય છે. આજે ગુજરાતમાં પ્રવાસન એટલું મોટું વિકસ્યું છે. અમે ગુજરાતનું ટુરિઝમ જોવા આવ્યા છે. અમારા ડેલીગેશનમાં સંસ્કૃતિ અને પ્રવાસન ના સ્ટુડન્ટ પણ સાથે આવ્યા છે. અમે પણ SOU જોઈ ને કંઈક નવું કરી શકીયે તેટલું પર્યાપ્ત કેવડિયા SOU છે.