• વિશ્વવિભૂતિ સરદાર પટેલની 145મી જન્મજ્યંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને આપશે વિશેષાંજલિ
  • રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ, SOUના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેક્ટોનો પ્રારંભ કરાવશે


કેવડિયા. વિશ્વવિભૂતિ દેશની અખંડિતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને વિશેષાંજલી આપવા નિર્માણ કરાયેલ 182 મીટર ઊંચા SOU ને 2 વર્ષ પૂર્ણ થવા સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય હોમ સ્ટેટમાં કેવડિયાના પ્રવાસે આવી રહ્યા છે.

વડાપ્રધાન 31 ઓકટોબર શનિવારે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે. પ્રધાનમંત્રી મોદીના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તેઓ આજે શુક્રવાર 30 ઓકટોબરે બપોર બાદ કેવડીયા પહોચશે અને વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે.

વડાપ્રધાનના સીધા માર્ગદર્શન તથા પ્રેરણા હેઠળ એક જ વર્ષમાં વિક્રમજનક સમયમાં આ પ્રોજેકટસ ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા 182 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાનએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદાજુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી.

તમામ પ્રોજેકટ વિક્રમજનક અવધિમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વસ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ કરાયા છે.

સરદાર જ્યંતી શનિવાર 31 ઓક્ટોબર સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાન આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. વડાપ્રધાન દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.3 ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.

નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સાથે સરદાર પટેલ જન્મજ્યંતિએ કેવડીયામાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ નિરીક્ષણ, સંબોધન અને પ્રોબેશનર આઇ.એ.એસ ઓફિસર્સ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરવાના છે. તેઓ શનિવારે જ કેવડીયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની સી પ્લેન સેવાઓનો શુભારંભ કરાવીને સીપ્લેન મારફતે અમદાવાદ આવી બપોરે નવી દિલ્હી જવા રવાના થશે.

SOU માં PM મોદી દ્વારા લોકાર્પણ થનારા 17 પ્રોજેક્ટ્સ

શુક્રવારે વડાપ્રધાન કેવડિયામાં આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.

શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બે બસ ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી મોદી 4 નવા પ્રોજેક્ટના ભૂમિપૂજન કરાશે

પ્રધાનમંત્રી મોદી 4 નવા પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud