• અંકલેશ્વરના MLA ઇશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વિજય પટેલે ભાજપના સભ્ય પદેથી 4 ફેબ્રુઆરીએ રાજુનામું આપ્યું હતું
  • હાંસોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય હતા

WatchGujarat.  BJP દ્વારા આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિ ની ફોર્મ્યુલા જાહેર કરાતા ભરૂચ જિલ્લામાંથી રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વિજય પટેલે 4 ફેબ્રુઆરીએ BJP સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ મંગળવારે હાંસોટ APMC પ્રમુખ પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

મંગળવારે ફરી અંકલેશ્વરના ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે તેઓ એ BJP માંથી 4 ફેબ્રુઆરીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના કથિત આરોપો પણ મુક્યા હતાં.

ભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય ઠાકોરભાઈ પટેલે આગાઉ અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ મીડિયા સમક્ષ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું જણાવ્યુ હતું.

મંગળવારે વિજય પટેલે હાંસોટ ખેતીવાડી ઉતપ્પન બહાર સમિતિના અધ્યક્ષ પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. તેઓ હાંસોટ APMC માં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud