• ભાજપના 575, કોંગ્રેસના, 564 આમ આદમી પાર્ટીના 419 અને અપક્ષના 226 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
  • 6 કોર્પોરેશનમાં 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં
  • 6 કોર્પોરેશનમાં કુલ 1.14 કરોડ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે

WatchGujarat રાજ્યમાં 21 ફેબ્રુઆરી એટલે કે કોનું કેટલું પ્રભુત્વનો દિવસ ગણવામાં આવશે. રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મળી કુલ 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે. મતદાનના બે દિવસ બાદ 23મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. તેમજ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર કરી શકાશે. ત્યારબાદ છ શહેરમાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ શરૂ થવાથી જાહેરમાં કોઈ પણ પક્ષ સભા કે રેલી કરી શકાશે નહીં અને સાંજના પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાશે.

આ મહાનગર પાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષોના ઉમેદવારો વચ્ચે જંગ યોજાશે. જો કે આ વખતે સૌથી આશ્ચર્યજનક બાબત અપક્ષો છે. સૌથી ઓછા એટલે કે માત્ર 226 જ અપક્ષો મેદાનમાં છે. 6 મનપામાં સૌથી ઓછા 4 અપક્ષ ભાવનગરની ચૂંટણીમાં લડી રહ્યા છે. અપક્ષના ઉમેદવારો ઓછા હોવાથી મોટાભાગની ચૂંટણી ત્રણ પક્ષે જ યોજાઈ રહી જોય તેમ લાગી રહ્યું છે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને અપક્ષના 226 તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો 6 કોર્પોરેશનમાં 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય સામ્યવાદી પક્ષ (CPI), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (SP) જનતાદળ સેક્યુલર (JDS) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (AIMIM) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારો પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે.

રાજ્યની 6 મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 1,14,67,358 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે.

કઈ મહાનગરપાલિકામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર

કોર્પોરેશન કેટલા વોર્ડ બેઠક કેટલા ઉમેદવારો ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ
અમદાવાદ 48 192 773 191 188 156 87
સુરત 30 120 484 120 117 113 58
વડોદરા 19 76 279 76 76 41 30
જામનગર 16 64 236 64 62 48 27
રાજકોટ 18 72 293 72 70 72 20
ભાવનગર 13 52 211 52 51 39 4
કુલ 144 576 2276 575 564 419 226

કઈ મનપામાં કેટલા પુરૂષ, મહિલા અને ટ્રાન્સજેન્ડર મતદારો

કોર્પોરેશન પુરુષ મહિલા ટ્રાન્સજેન્ડર કૂલ
અમદાવાદ 24,14,451 22,09,976 165 46,24,592
રાજકોટ 567002 526984 19 10,94,005
જામનગર 2,50,502 2,38,937 12 4,89,451
ભાવનગર 2,70,501 2,54,225 29 5,24,755
વડોદરા 7,40,898 7,05,110 204 14,46,212
સુરત 18,17,186 14,71,047 110 32,88,343
કુલ 60,60,540 54,06,279 539 1,14,67,358

6,590 વોર્ડમાં રાજકીય પક્ષોની ટક્કર થશે

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સંખ્યા વોર્ડ સંખ્યા બેઠકો ભાજપ કોંગ્રેસ અન્ય
મહાનગરપાલિકા 6 144 576 385 183 8
નગરપાલિકા 81 680 2,088 984 587 517
જિલ્લા પંચાયત 31 988 988 292 472 224
તાલુકા પંચાયત 231 4,778 4,778 1,718 2,102 958
કુલ 324 6,590 8,430 3,379 3,344 1,707

 

કર્મચારીઓ સહિત પોલીસ મળી કુલ 3.89 લાખ લોકો ઇલેક્શન ડ્યૂટીમાં જોડાશે 

વિગત મહાપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કુલ
વોર્ડ 144 680 980 4773 6577
બેઠકો 576 2720 980 4773 9049
મતદારો 1.23 કરોડ 46.89 લાખ 2.50 કરોડ 4.09 કરોડ
મતદાન મથકો 11477 4,848 —– 31,370 47,695
સંવેદનશીલ મથકો 3851 1,400 —- 6,443 11,694
અતિસંવેદનશીલ મથકો 1656 959 —- 3532 6147
ઇવીએમ 13946 6990 —– 70780 91716
કર્મચારીઓ 62236 27948 —- 193863 284047
પોલીસ-સ્ટાફ 31230 9714 —- 64500 105444

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud