• તબીબોની જાગૃતતા અને સમય સર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો
  • સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ તાત્કાલિક દુરબીનની મદદથી ઓપરેશન કરવાનું નક્કી કરી ઓપરેશન કર્યું

WatchGujarat સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બટલ સેલ ગળી જતા સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી કરી સેલ બહાર કાઢયો હતો. તબીબોની જાગૃતતા અને સમય સર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઓપરેશન વિનામુલ્યે કરાયું હતું.

સુરતના ઉન વિસ્તારમાં અમજદ કુરેશી પરિવાર સાથે રહે છે. અમજદના અઢી વર્ષના લગ્ન જીવનમાં હસનેન પહેલું જ બાળક છે. 1 વર્ષનો હસનેન ગત રોજ શનિવારની સાંજે 6.40 કલાકે રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો હતો. પાડોશી સઇદભાઈ અહેમદભાઈ રાંદેરવાળાની નજર પડતા બુમાબુમ કરી હતી. તાત્કાલિક મોઢામાં આંગળી નાખી તપાસ કરતા કોઈ ધાતુ ગળામાં અટકી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.

હસનેનને સિવિલ હોસ્પિટલ લઇ આવતા ડો.ભાવિકે આસિસટન્ટ પ્રોફેસર ડો.આનંદ ચૌધરીને જાણ કરી હતી. ડો. આનંદ ચૌધરીએ તાત્કાલિક દુરબીનની મદદથી ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતું. હસનેનને રાત્રે 11:00 વાગે બેભાન કરી તબીબોએ દુરબીનની મદદથી ઓપરેશન કરી થોડાજ સમયમાં સેલ બહાર કાઢી લીધો હતો. તબીબની સમય સર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો.આ ઓપરેશન વિનામુલ્યે કરાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud