• બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું
  • હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.

WatchGujarat. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીબાદ કોરોનાનું સંક્ર્મણ ખુબ જ વધ્યું છે. સુરત શહેરમાં પણ રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને નવા સ્ટ્રેનમાં બાળકો પણ પોઝીટીવ આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં માત્ર 11 દિવસનું બાળક પોઝીટીવ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માતા પોઝીટીવ થયા બાદ બાળકને પણ ચેપ લાગ્યો છે. હાલ બાળકની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ખાસ કરીને નવા સ્ટ્રેનના કેસો પણ સામે આવી રહ્યા છે. નવા સ્ટ્રેનમાં મહિલાઓ અને બાળકો પણ પોઝીટીવ થઇ રહ્યા છે. આ ઉપરાંત લક્ષણો પણ અલગ જોવા મળી રહ્યા છે. દરમિયાન સુરતમાં એક 11 દિવસનું નવજાત બાળક પોઝીટીવ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર 11 દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.

સગર્ભા મહિલાઓએ તકલીફ છુપાવવી જોઈએ નહિ

બાળરોગ નિષ્ણાંત ડો. અલ્પેશ સિંઘવીએ જણાવ્યું હતું કે, કેડિલિવરી દરમિયાન તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા, પણ ડિલિવરીના 5 દિવસ બાદ શિશુનો એક્સ-રે લેવાતાં ડોક્ટરોને શંકા ગઈ હતી. ત્યારબાદ શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતાં બન્ને પોઝિટિવ આવ્યાં હતાં. ડોક્ટર સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સગર્ભા બહેનોએ ડિલિવરી વખતે શરદી, ઉધરસ કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એને છુપાવ્યા વગર તાત્કાલિક સારવાર અને રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે, જેથી આવનારા બાળક પર તેની કોઈ ગંભીર અસર પડે નહી.

બાળકની નોન કોવીડ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ

ડાયમંડ હોસ્પિટલ નોન-કોવિડ હોસ્પિટલ હોવા છતાં બાળક અમારે ત્યાં જન્મ્યું હોવાથી અમે તેનાં માતા-પિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને અમારી હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે. ડોક્ટર અલ્પેશ અપીલ કરી છે કે કોઈપણ ગર્ભવતી મહિલાએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ કોવિડનાં લક્ષણો છુપાવવાની જરૂર નથી. જો લક્ષણો છુપાવશો તમે પોતાને પણ હાનિ પહોંચાડશો તેમજ અન્ય લોકો માટે પણ જોખમરૂપ પુરવાર થશો.

ગર્ભવતી મહિલાઓએ કાળજી રાખવાની જરૂર

11 દિવસનું બાળક સંક્રમિત થતા ડોક્ટર દ્વારા બાળકને છેલ્લા પાંચ દિવસથી કોરોના સંક્રમિત માટે અપાતી તમામ સારવાર આપવામાં આવી રહી છે. બાળક અત્યારે પણ ક્રિટિકલ કન્ડિશનમાં છે. છતાં ડોક્ટર પોતાની રીતે તમામ પ્રયાસો કરીને બાળકને કોરોના સંક્રમણથી બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ કાળજી રાખીને ડોક્ટરને નાની-મોટી તમામ તકલીફો અંગે માહિતગાર કરવા જોઈએ, જેથી કરીને ગર્ભમાં રહેલા શિશુ કે નવજાત બાળક માટે કોઈ સમસ્યા ઊભી ન થાય.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud