મનપાના કમિશ્નર અને અધિકારી તથા કલેકટર સાથે હાઈ લેવલ મીટીંગ યોજાઈ
કમિશનર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમને સુરતની સ્થિતિનો ચિતાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોનાની સ્થિતિ વણસતા કેન્દ્રની ટીમ સુરત આવી છે. સુરતમાં મનપાના કમિશ્નર અને અધિકારી તથા કલેકટર સાથે હાઈ લેવલ મીટીંગ યોજાઈ હતી. કેન્દ્રની એમ્સની ટીમમાં 3 વૈજ્ઞાનિકો, ડોક્ટર અને અધિકારીઓનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમને સુરતની સ્થિતિનો ચિતાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.
સુરતમાં કોરોનાનું સંક્મ્રણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રની એમ્સની ટીમ સુરત આવી પહોચી છે. કેન્દ્રની એમ્સની ટીમમાં 3 વૈજ્ઞાનિકો, ડોક્ટર અને અધિકારીઓનો સમાવેશ થયો છે. કેન્દ્રની ટીમ દ્વારા મનપા કચેરી ખાતે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપા કમિશ્નર બંછાનિધિ પાની દ્બારા કેન્દ્રની ટીમને શહેરની તમામ સ્થિતિનો ચિતાર આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં કેટલા કન્ટેનમેન્ટ ઝોન છે. કેટલા હોટસ્પોટ છે, તે અંગેની પણ ઝીણવટ ભરી માહિતી આપવામાં આવી રહી છે. કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટમાં કોર્પોરેશન શું કામગીરી કરી રહી છે, તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે.
સુરત શહેરમાં રોજના કેટલા સ્થળ ઉપર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે. તેની હાલ માહિતી આપવામાં આવી છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને કયા પ્રકારે કોર્પોરેશનના ધનવંતરી રથનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી રીતે ઝડપથી વધારવામાં આવી રહી છે. તે અંગે પણ તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સુરત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ અંગે જે બેડની વ્યવસ્થાઓ છે, તે અંગે પણ વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી રહી છે. સુપર સ્પ્રેડર ઉપર નિયંત્રણ લાવવા માટે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, જેમાં વિશેષ કરીને ટેક્સટાઇલ્સ અને ડાયમંડ ઉદ્યોગમાં કોરોના સંક્રમણ કાબૂમાં રહે તે માટે જેટલું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
કેન્દ્રની ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકત પણ લઇ શકે છે
મનપા કચેરી ખાતે કેન્દ્રની ટીમ દ્વારા હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. અને સુરતમાં પરિસ્થતિ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. આ બેઠક બાદ તંત્રની ટીમ સાથે કેન્દ્રની ટીમ સિવિલ હોસ્પિટલ અને અન્ય કોવીડ હોસ્પિટલમાં થતી કામગીરીનો ચિતાર પણ મેળવશે. અને આ બેઠક બાદ કેન્દ્રની ટીમ કેટલાક સૂચનો પણ કરી શકે છે.
મનપાના કમિશ્નર અને અધિકારી તથા કલેકટર સાથે હાઈ લેવલ મીટીંગ યોજાઈ
કમિશનર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમને સુરતની સ્થિતિનો ચિતાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપવામાં આવી
WatchGujarat.શહેરમાં કોરોનાની સ્થિતિ વણસતા કેન્દ્રની ટીમ સુરત આવી છે. સુરતમાં મનપાના કમિશ્નર અને અધિકારી તથા કલેકટર સાથે હાઈ લેવલ મીટીંગ યોજાઈ હતી. કેન્દ્રની એમ્સની ટીમમાં 3 વૈજ્ઞાનિકો, ડોક્ટર અને અધિકારીઓનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમને સુરતની સ્થિતિનો ચિતાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.