• વરાછા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચાલવતા યુવકની કરાઇ ધાતકી હત્યા
  • રૂ. 50ની ફાટેલી નોટ આપી સોડા માગવા મુદ્દા થઇ હતી માથાકુટ


WatchGujarat સુરતના વરાછા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચાલવતા એક યુવકની બે શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. કરિયાણીની દુકાન પર 50 રૂપિયાની ફાટેલી નોટ લઈને બંને હત્યારા સોડા લેવા આવ્યા હતા. પરંતુ ફાટેલી નોટ નહિ લેતા ઉશ્કેરાયેલા બંને હત્યારાએ દુકાનદારને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યા છે.

સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટીચાલ ખાતે 28 વર્ષીય અમરદીપ છેલ્લા ઘણા સમયથી કરીયાણાની દુકાન ચલાવે છે. ગતરોજ તે નિત્યક્રમ પ્રમાણે દુકાન પર હતો. ત્યારે બે શખ્સો દુકાન પર આવી પહોંચ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માંગી હતી. જો કે નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી. જેથી રોષે ભરાયેલા બંને શખ્સોએ ઝગડો શરુ કર્યો હતો. ઝગડો એટલી હદે આગળ વધી ગયો કે બંને હત્યારેએ ઉશ્કેરાયને અમરદીપની ઉપર ચપ્પુ વડે હુમલો કરી પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. લોહીમાં લથબથ ઈજાગ્રસ્ત અમરદીપને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અમરદીપને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ, જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ મૃતક અમરદીપના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud