આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને ઉંચકીને સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા.
સામાન્ય સભામાં સ્થાયિ સમિતિના સભ્યોની જાહેરાત કરાઈ
WatchGujarat સુરત મનપામાં નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવ્યા બાદ પદાધિકારીઓ સાથે પ્રથમ બોર્ડની બેઠક મહાપાલિકા દ્વારા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. દરમિયાન પહેલી જ સામાન્ય સભામાં 'આપ' દ્વારા ભાજપના ધારાસભ્ય હોવાની વાતને લઈને વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની ટીંગાટોળી કરી ઓડિટોરિયમમાંથી ઉંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે આપના દિનેશ કાછડિયાને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.
https://youtu.be/K3wLN5Mkzo0
આજે પ્રથમ સામાન્ય સભા હોવાને લઈને આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રેલી યોજીને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા 27 કોર્પોરેટરો સાથે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવા મળ્યો હતો. જ્યારે રેલીમાં જોડાયેલા નેતાઓએ માસ્ક પણ ન પહેર્યા હોવાનું નજરે પડ્યું હતું. ઓડિટોરિયમમાં બેઠકને લઈ આપ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો. આ સાથે બેઠકમાં ધારાસભ્ય હોવાની વાતને લઈને આપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયએ હોબાળો કરતા પોલીસ દ્વારા તોએની ટીંગા ટોળી કરીને બહાર લઇ ગયા હતા. સાથે દિનેશ કાછડિયાને પણ ઉંચકીને ઓડિટોરિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાયી સમિતિની ટીમ
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટ, ઉર્વશી પટેલ, ચીમન પટેલ, દક્ષેશ વાઘાણી, સુધાકર ચૌધરી, મનીષા મહાત્મા, ભૂષણ પાટીલ, રશ્મિબેન, અમીતાબેન પટેલ, ધર્મેશ ભાલાળાની પસંદગી કરવામાં આવી છે.
કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા
બંને પક્ષના કોર્પોરેટરોએ હોલની બહાર સમ સામે આવી હોબાળો મચાવ્યો હતો. જેથી હોલની બહાર આવી પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ બધા વચ્ચે કોરોનાની ગાઈડ લાઈનના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. મોટા ભાગના કોર્પોરેટર અને કાર્યકર્તઓએ માસ્ક બરોબર પહેર્યું ન હતું. અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
એસીપીનું મીડિયાકર્મીઓ સાથે ઘર્ષણ
સંજીવ કુમાર ઓડીટોરીયમ હોલ બહાર આપ આદમી પાર્ટી દ્વારા વિરોધ પક્ષની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત દરમિયાન મીડિયા કર્મીઓ ઈન્ટરવ્યું લઇ રહ્યા હતા. તે વેળાએ એસીપી એસ.એમ.પટેલ ત્યાં આવી પહોચ્યા હતા અને મીડિયા કર્મીઓને ધક્કા માર્યા હતા. તેઓની સામે જ ભાજપના નેતાઓ માસ્ક વગર ફરતા નજરે ચડી રહ્યા હતા. પરંતુ પોતાને સિંધમ સમજતા એસીપીએ સમગ્ર ગુસ્સો મીડિયા કર્મીઓ પર ઉતાર્યો હતો. મીડિયા કર્મીઓને બેફામ ધક્કે ચડાવી તેઓને ત્યાંથી દુર કરાયા હતા. જેથી મીડિયાકર્મીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.