• આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભા સાંસદ સંજય સિહ સુરતની મુલાકાતે
  • દિલ્હીની માફક સુરતમાં પણ AAPના નેતા અને રાજ્ય સભા સાંસદ સંજય સિહે વિનામૂલ્યે સુવિધાઓ આપવાનું ગેરંટી કાર્ડ જાહેર કર્યું
  • સુરતમાં તેઓએ ભવ્ય રોડ શો કરી ઉમેદવારો માટે ચુંટણી પ્રચાર કર્યો હતો
  • ગુજરાતની જનતા અમારા કામને લઈને વિશ્વાસ કરે, ભાષણને લઈને નહિ. દિલ્હીમાં જે કામ કર્યું છે. તે જોઇને વિશ્વસ કરે. : સંજય સિંહ AAP

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને દરેક પાર્ટીઓ હવે પ્રચારમાં લાગી ગયી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભા સાંસદ સંજય સિહ સુરતની મુલાકાતે છે. સુરતમાં તેઓએ ભવ્ય રોડ શો કરી ઉમેદવારો માટે ચુંટણી પ્રચાર કર્યો હતો.જોકે સંજય સિંહે ચૂંટણીમાં પોતાની તરફ મતદારોને લાવવા દિલ્હીની માફક સુરતમાં પણ વિનામૂલ્યે સુવિધાઓ આપવાની વાતો કરી ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને એક તરફ ટીકીટ માટે ભાજપ કોંગ્રેસમાં મથામણ ચાલી રહી હતી. તો બીજી તરફ કોઈ વિવાદ વગર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. અને ચુંટણી પ્રચાર પણ શરુ કરી દીધો છે. અમદાવાદમાં મનીષ સિસોદિયાએ રોડ શો કર્યો હતો. ત્યારે હવે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભા સાંસદ સંજય સિહ સુરતની મુલાકાતે છે. સુરતમાં તેઓએ ભવ્ય રોડ શો કરી ઉમેદવારો માટે ચુંટણી પ્રચાર કર્યો હતો આ રોડ શોને વિજય સંકલ્પ રોડ શો નામ આપવામાં આવ્યું છે. આ રોડ શો માં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે. આ ગેરંટી કાર્ડમાં સુરતની પ્રજાને તેઓ સત્તા પર આવે તો કઇ કઇ સુવિધાઓ આપશે તે અંગેની માહિતી આપવામાં આવી છે. દિલ્હીની માફક જ આ ગેરંટી કાર્ડમાં વાયદાઓની લહાણી કરવામાં આવી છે. ગેરંટી કાર્ડમાં સુરતીઓને ઘરવેરો અડધો કરવાની વાત, સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને ફ્રીમાં યાત્રા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શહેરના વિવિધ વોર્ડમાં મેડિકલ લેબ તૈયાર કરીને લોકોના મેડિકલ તપાસ અને સારવાર વિના મૂલ્યે થાય તેવી વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે.

આ પ્રમાણે લોકોને વિનામૂલ્યે સુવિધાઓ આપવાની વાતો ગેરંટી કાર્ડમાં કરવામાં આવી છે. તે સિવાય ગેરંટી કાર્ડમાં દિલ્હીની માફક જ સુરતમાં પણ સરકારી શાળાઓ આધુનિક રીતે સુસજ્જ કરવાની વાત કરવામાં આવી છે. વહીવટમાં પારદર્શિતા આવે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાઓને લાઈવ કરવાની પણ વાત કરી છે. આ ઉપરાંત સંજય સિહજીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતા અમારા કામને લઈને વિશ્વાસ કરે, ભાષણને લઈને નહિ. દિલ્હીમાં જે કામ કર્યું છે. તે જોઇને વિશ્વસ કરે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud