• સુરતમાં આમ આદમી પાર્ટીના મહેશ સવાણી દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું
  •  મીડિયા સંબોધનમાં રાજ્ય સરકારના વિકાસ દિવસની ઉજવણીનો કરાયો વિરોધ
  • લોકો છેલ્લા 5 વર્ષથી માત્ર લાઈનમાં જ ઉભા રહ્યા છે. ત્યારે આને વિકાસ નહિ પણ અધોગતિ દિવસ કહેવાય – મહેશ સવાણી

WatchGujarat. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરતમાં આપ પાર્ટીએ અધોગતિ દિવસ તરીકે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં આપ પાર્ટીના નેતા મહેશ સવાણીએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર પ્રહારો કર્યા હતા.

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આજે આપ પાર્ટી દ્વારા અધોગતિ દિવસ અને ભાજપ દ્વારા વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આપણે આપણા લોકો માટે કોઈ કામ કરીએ તો ઉજવણી કરવાની જરૂર હોતી જ નથી. એક તરફ સરકાર વિકાસ દિવસ ઉજવી રહી છે. પરંતુ વિકાસ કોને કહેવાય અને વિકાસની વ્યાખ્યા સમજવી જોઈએ કા તો પછી સરકારે વિકાસની વ્યાખ્યા બદલી નાખી છે. આજે લોકો મરી રહ્યા છે, નોકરી માટે અને ઘર ચલાવવા માટે તડપી રહ્યા છે. લોકો છેલ્લા 5 વર્ષથી માત્ર લાઈનમાં જ ઉભા રહ્યા છે. ત્યારે આને વિકાસ નહિ પણ અધોગતિ દિવસ કહેવાય.

આપ પાર્ટી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિકાસ થયો છે. પણ એ વિકાસ પેટ્રોલ ડીઝલના ભાવમાં, રાંધણગેસના ભાવમાં, ભાજપ પાર્ટી કાર્યલય બનાવવામાં, નેતાઓના ઘર બનાવવામાં, ખેડૂતોના બિયારણના ભાવમાં અને ગુજરાત રાજ્યના દેવામાં વિકાસ થયો છે. આજે મોંઘવારી કેટલી હદે પહોચી છે તેનાથી સૌ જનતા વાકેફ છે.

વિકાસ કયારે થયો કહેવાય ?

આપ પાર્ટીએ જણાવ્યું હતું કે જે દિવસે રાજ્યની ૬.૫ કરોડ જનતાને પોતાની આવકમાંથી શિક્ષણની જવાબદારી સરકાર લઇ લેશે. સ્વાસ્થ્યની, વડીલોની જવાબદારી સરકાર લેશે, જનતાના ટેક્સ, વેરામાંથી મળેલી રકમ ફક્ત જનતાના હિત માટે વાપરવામાં આવશે તે દિવસે સાચા વિકાસ દિવસ તરીકે ઉજવણી કરાઈ શકે

ભાજપમાં નિણર્ય શક્તિનો અભાવ

આપ પાર્ટીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં નિર્ણય શક્તિનો અભાવ છે. નોટબંધી વખતે ૫૦ દિવસમાં ૪૮ વખત નોટિફિકેશન આવ્યું હતું. આ પ્રમાણે જીએસટી, સોલાર પાવર, કોરોનાની મહામારી, શિક્ષણ જેવા અન્ય મુદાઓમાં સરકારમાં નિણર્ય શકિતનો અભાવ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud