• બાઈક ચાલકને શંકા જતા તેણે પેટ્રોલપંપના કર્મચારી પાસે જ ટાંકી ખોલી તપાસ કરાવી
  • કર્મચારીએ તપાસ કરતા આપેલ રૂપિયાની સામે પેટ્રોલ ઓછું મળ્યું હતું.
  • બાઈક ચાલકે પટ્રોલ ચોરી કૌભાંડ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી

WatchGujarat શહેરના સીમાડાનાકા વિસ્તારમાં આવેલ બી.આર.ટી.એસ રોડ પરના શૈલ પેટ્રોલિયમમાં પેટ્રોલ પુરાવ્યા બાદ બાઈક ચાલકને પેટ્રોલ ઓછુ મળ્યાની શંકા જતા તેઓએ કર્મચારીઓ પાસે તપાસ કરાવી હતી. અને કર્મચારીઓએ ટાંકી ખોલી તપાસ કરતા પેટ્રોલ ઓછું નીકળ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. પેટ્રોલ ચોરીના કૌભાંડ અંગે બાઈક ચાલકે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં રહેતા સુરેશભાઈ જાનીએ સીમાડાનાકા બી.આર.ટી. એસ રોડ પર આવેલા શેલ પેટ્રોલિયમમાં 360 રૂપિયાનું પેટ્રોલ પોતાની બાઈકમાં ભરાવ્યુ હતું. પેટ્રોલ ભરાવ્યા બાદ તેઓને પેટ્રોલ ઓછું મળ્યાની શંકા ગયી હતી. જેથી તેઓએ ત્યાં કારીગરોને જાણ કરી હતી. પરંતુ શરૂઆતમાં કારીગરે ઉડાવ જવાબ આપ્યો હતો. ત્યારે તેમણે કારીગરો પાસે જ ગાડીની ટાંકી ખોલાવી પેટ્રોલ ચેક કરાવ્યું હતું. જેમાં તેઓએ આપેલ રૂપિયાની સામે ઓછું પેટ્રોલ મળ્યું હોવાનું બહાર આવ્યું હતું.

બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બાઈક ચાલક પેટ્રોલ પંપના કર્મચારીઓ પાસે જ બાઈકની ટાંકી ખોલાવી તપાસ કરાવી રહ્યા છે. આ ઘટના બાદ તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેઓએ રડતી આંખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ ગરીબ માણસો છે. બચત કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે આવી રીતે જો પેટ્રોલમાં કટકી મરાશે તો સામન્ય માણસ કેવી રીતે જીવી શકશે. પોલીસે બાઈક ચાલકની વ્યથા અને વીડિયોના આધારે પટ્રોલ ચોરી કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શંકા જતા બાઈકની ટાંકી ખોલાવી

બાઈકમાં પેટ્રોલ પુરાવ્યા બાદ તેઓને શંકા ગયી હતી કે પેટ્રોલ પૂરવામાં કાંઇક ઘપલો થયો છે. જેથી તેઓએ ત્યાં હાજર કર્મચારીઓ પાસે ટાંકી ખોલાવી હતી અને ટાંકીમાંથી જે પેટ્રોલ નીકળ્યું તે પૈસા આપ્યા કરતા ઓછું નીકળ્યું હતું. આ ઘટના બાદ તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

બાઈક ચાલકે રડતા આંખે વિનંતી કરી

ભોગ બનનાર સુરેશભાઈ જાનીએ રડતી આંખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે બધા ગરીબ માણસો છીએ, બચત કરીને ઘર ચલાવીએ છીએ અને હવે જો પેટ્રોલમાં પણ આવી રીતે કટકી મરાતી હોય તો અમારી જેવા ગરીબ માણસો કેવી રીતે જીવી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud