વેસુ વિસ્તારમાં બંદુકની અણીએ કારની લુંટ થયાનો કિસ્સો સામે આવ્યો
પુત્ર અને પુત્રવધુ મેડીકલ પાસે ગયા કે તુરંત જ બંદુક બતાવીને જાણ્યો શખ્સ કાર ચોરી ગયો
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
WatchGujarat. સુરતમાં ધોળા દિવસે બંદુકની અણીએ કારની લુંટ થઈ છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
https://twitter.com/WatchGujarat/status/1417845211602980871?s=20
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જોલી રેસિડેન્સીમાં રહેતા કપૂરચંદ જૈન તેમના પુત્ર સાથે દવાખાને ગયા હતા અને બાદમાં દવા લેવા માટે એક મેડીકલ પાસે ઉભા હતા. દરમ્યાન વૃદ્ધ કારમાં બેઠા હતા તે દરમ્યાન એક ઇસમ કારમાં બેસી ગયો હતો અને બંદુક બતાવી વૃદ્ધને કારમાંથી બહાર ફેકી કાર લઈને ફરાર થઇ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સુરતમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ શરુ કરી છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
અજાણ્યા ઇસમેં બંદુકની અણીએ કરેલી કારની લુંટ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. જેમાં પરિવારના સભ્યો કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં હતા. જયારે આધેડ રોડની સાઇડ પર કાર પાર્ક કરી રહ્યા હતા ત્યારે એક લૂંટારૂ ઘસી આવ્યો હતો અને તમંચો બતાવી જબરજસ્તી ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયો હતો. જયારે આધેડ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી ગયા અને લૂંટારૂને કારમાંથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂએ આધેડ સાથે ઝપાઝપી કરી કાર હંકારી મુકતા આધેડ કારમાંથી નીચે પટકાયા હતા.
વેસુ સ્થિત જોલી રેસીડેન્સીમાં રહેતા કપૂરચંદ જૈનએ જણાવ્યું હતું કે હું કારમાં બેઠો હતો. મારો પુત્ર દવા લેવા ગયો હતો. તે વેળાએ એક ૨૦ વર્ષનો યુવક અચાનક આવીને ગાડીમાં બેસી ગયો હતો. મેં પૂછ્યું તું કોણ છે તો તેણે તરત જ પિસ્તલ બતાવી લીધી હતી અને કાર ચલાવવા લાગ્યો હતો. મેં હાથ પકડવાની કોશિશ કરી હતી તો મને ધક્કો મારી દીધો હતો જેથી હું નીચે પડી ગયો હ્તો અને મેં બુમાંબુમ કરી હતી જેથી મારો પુત્ર પણ અહી દોડી આવયો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર લઈને અજાણ્યો ઈસમ ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં મને પગમાં પણ ઈજા થઇ છે
પુત્ર મનોજએ જણાવ્યું હતું કે લગભગ 11 – 30 વિસ્તારની આ ઘટના છે. હું પિતાની દવા લેવા માટે આવ્યો હતો. પિતાને ગાડીમાં બેસાડ્યા હતા અને હું દવા લેવા ગયો હતો. હું દવા લઈને આવ્યો હતો ત્યાં સુધી આ ઘટના બની ચુકી હતી. મારી કોઈ સાથે દુશ્માવટ પણ નથી. આ ઘટના બાદ મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.