• કંપનીના કોન્ટ્રાક્ટનો હવાલો આપીને ગઠીયાએ અનેક લોકો પાસેથી ભાડાની કાર મેળવી
  • ગઠીયો લોકોનો વિશ્વાસ મેળવવા માટે એક – બે મહિના સુધી ભાડાના પૈસા પણ ચુકવતો હતો
  • મહાઠગે મહારાષ્ટ્ર નંદુરબાર સહિતની જગ્યાઓ પર કાર વેતી દઇ અથવા ગીરવે મૂકી દઈ ગાડી દિઢ બે થી ત્રણ લાખ રૂપિયા લઇ લેતો
  • આખરે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ કરીને ખુલ્લો પાડ્યો

WatchGujarat. સુરતમાં રહેતા કેતુલ પરમારે અલગ અલગ લોકોને પોતાને ભરૂચ ઝગડિયા ખાતે આવેલી સોલાર નામની કંપનીમાં ભાડે ફોરવ્હીલ રાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેવી વાત કરી કાર માલિકોને માસિક ભાડું આપવાની વાત કરી કુલ 264 કારો વેચી દઈ અથવા ગીરવે મૂકી  કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે 200 ગાડીઓ રીકવર કરી છે

સુરતમાં રહેતા કેતુલ પરમારે સુરત અને નવસારી ખાતે રહેતા વિવિધ લોકોનો સંપર્ક સાધ્યો હતો અને પોતાને ભરૂચ ઝગડિયા ખાતે આવેલી સોલાર નામની કંપનીમાં ભાડે ફોરવ્હીલ રાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેવી વાત કરી ખોટા મેઈલ પણ બતાવ્યા હતા. અને લોકોને જણાવતો હતો કે, તમારી અથવા તમારા સગાઓ કે મિત્રોની ફોરવ્હીલ આપશો તો તેનું માસિક 25 થી 50 હજાર ભાડું પણ મળશે. જો કે આ ઠગબાજે આવી રીતે સુરતના અલગ અલગ લોકો પાસેથી 264 જેટલી ફોરવ્હીલ લઇ લીધી હતી. અને બાદમાં તે ફોરવ્હીલના ભાડા કરાર પણ બનાવી આપ્યો હતો. એટલું જ નહી લોકોનો વિશ્વાસ કેળવાય તે માટે તેણે શરૂઆતના એક બે મહિના સમયસર લોકોને ભાડું પણ ચુકવ્યું હતું. પરંતુ આખરે આ મહાઠગ બાજે મહારાષ્ટ્ર નંદુરબાર સહિતની જગ્યાઓ પર આ ફોર્વ્હીલો વહેચી દીધી હતી. અથવા ગીરવે મૂકી દઈ ગાડી દિઢ બે થી ત્રણ લાખ રૂપિયા લઇ લેતો હતો. અને બાદમાં કાર માલિકોને ભાડું ન ચૂકવી ઠગાઈ આચરતો હતો. આ મામલે ભોગ બનનારા લોકોએ સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો પણ નોંધાવ્યો હતો. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેથી પોલીસે બાતમીના આધારે આરોપી બોટાદ હોવાની માહિતી મળતા બોટાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફોરવ્હીલ વહેચી હતી 

પોલીસે આરોપી ની કડક પૂછપરછ કરતા આરોપીએ ગાડી મહારાષ્ટ્રના જલગાવ, નંદુરબાદ, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરી હોવાનું જણાવ્યું હતું. જેથી વાહનોના માલિકોને વાહન પરત મળે તે માટે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુજરાતના બોટાદ, ભાવનગર, ધોળકા, ધંધુકા, રાજકોટ, જામનગર અમદાવદ રૂરલ વિસ્તાર, કામરેજ બારડોલી સહીતમાં વેચાણ કરેલી 264 પૈકી રૂ. 4.50 કરોડની 200 ગાડીઓ કબજે કરી હતી.

કંપની હયાત જ નથી તેના મેઈલ બતાવી લોકોને લાલચ આપતો હતો 

આ સમગ્ર બનાવ અંગે પોલીસે અગાઉ તપાસ કરી હતી જેમાં  ભરૂચ ઝગડિયા ખાતે આવેલી સોલાર નામની કંપની જે હયાત જ નથી તેવી કંપનીના ખોટા મેઈલ બતાવી આરોપી લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો એટલું જ નહી શરૂઆતના સમયમાં ઉચું ભાડું આપતો હતો અને બાદમાં બે મહિના ભાડું ચૂકવ્યા બાદ તે ફરાર થઇ જતો હતો. આરોપીએ સુરતમાં ઓફીસ પણ ખોલી હતી જેથી લોકોને ભરોસો અને વિશ્વાસ આવે પરંતુ તેની સામે ફરિયાદ નોંધાતા આરોપી ઓફીસ બંધ કરી બોટાદ ફરાર થઇ ગયો હતો. જ્યાં બોટાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud