શહેરની તમામ ચેક પોસ્ટ પર સધન ટેસ્ટીંગ હાથ ધરાયુ
અઠવા અને રાંદેર ઝોનની હોટેલમાં પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરાઈ
WatchGujarat સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિતે એકબીજા ને કલર ન લગાવી સાદાઈ પૂર્વક ઉજવવા અપીલ કરવામાં આવી છે. તેમજ સુરતના તમામ ચેકપોસ્ટ પર ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 35 જેટલી હોટલોમાં માત્ર પાર્સલ સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કેસો વધી રહ્યા છે. ત્યારે 100 થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. આગામી દિવસોમાં હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે. સુરતમાં આ પર્વની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે મનપા દ્વારા વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં હોળી ધૂળેટીના પર્વને સાદાઈથી ઉજવવા અપીલ કરી હતી.
આ ઉપરાંત પોઝીટીવ કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી રહી છે. જેથી મનપા તંત્ર દ્વારા સુરતના તમામ ચેક પોસ્ટ તેમજ એન્ટ્રી એક્ઝીટ પાસે ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે. જ્યાં કોરોના પોઝીટીવ લોકો સામે આવી રહ્યા છે. તેવા લોકોને અઈસોલેટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ અઠવા અને રાંદેર ઝોનમાં આવેલી હોટલ અને મોલમાં પાર્સલ સુવિધા આપવા જ અપીલ કરવામાં આવી છે. આ બંને ઝોનમાં કેસો વધારે સામે આવી રહ્યા છે. જેથી હોટલ માલિકો દ્વારા પણ હોટેલમાં માત્ર પાર્સલ જ સુવિધા આપવા અપીલ કરવામાં આવી છે. તેમજ સ્કુલ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા ધન્વતરી રથ મોકલી ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે.
કોરોનાના સ્ટ્રેઈનના નવા 6 કેસો નોંધાયા
સુરતમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસો 50ની અંદર આવી રહ્યા હતા. જોકે હવે તે આંક વધીને ફરી 200 કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને પાલિકા તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાના સ્ટ્રેઈનના નવા 6 કેસો નોંધાયા છે. જેમાં 5 યુ.કે સ્ટ્રેઈનના અને એક આફ્રિકન સ્ટ્રેઈનનો કેસ નોંધાયો છે. કોરોનાનો નવો સ્ટ્રેઈન વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે. જેને લઇને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
આ સાથે અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યોમાંથી ટ્રાવેલ કરીને આવતા લોકોને સેલ્ફ કવોરન્ટાઈન થવા પણ આદેશ કર્યો છે. જો કોઈપણ પ્રકારના કોરોનાના લક્ષણ દેખાય તો તુરંત જ ટેસ્ટિંગ કરાવી લેવા માટે ખાસ અપીલ કરાઇ છે. સુરત શહેરમાં કોરોના કુલ કેસોનાં 50 ટકા જેટલા કેસો તો માત્ર રાંદેર અને અઠવા વિસ્તારના છે. આ વિસ્તાર સાથે હવે છેલ્લા બે દિવસથી ઉધના, વરાછા અને લિંબાયતમાં પણ કેસ વધી રહ્યા છે. 40 ટકા કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા છે. જેને લઇને ચેક પોસ્ટ ટેસ્ટીગ વધારવામાં આવ્યુ છે.
કાપડ માર્કેટમાં 20 કરતા વધુ ટીમ દ્વારા 12 હજાર કરતા વધુ ટેસ્ટીગ કરાઈ રહ્યા છે.
શહેરના હવે કાપડ માર્કેટ અને શાળા-કોલેજો કોરોનાનાં નવા સુપર સ્પ્રેન્ડર બની રહી છે. જેને લઈને સ્કૂલ કોલેજ અને કાપડ માર્કેટમાં 20 કરતા વધુ ટીમ દ્વારા 12 હજાર કરતા વધુ ટેસ્ટીગ કરાઈ રહ્યા છે. પાલિકાની ટીમે 37 સ્કૂલ-કોલેજમાં 2484નું ટેસ્ટીંગ કર્યું હતું. જેમાં 14 કેસ પોઝિટીવ મળી આવ્યા છે.
સ્કુલોમાં ટેસ્ટીંગ શરુ કરાયું
યોગીચોકની હરેક્રિષ્ના સ્કૂલ અને બાપ્સ સ્કૂલમાં 1-1 વિદ્યાર્થી, જી.ડી.ગોએન્કા સ્કૂલમાં હાઉસકીપીંગ, પી.આર.ખાટીવાલા સ્કૂલમાં 1 આયા, ગોડાદરાની સનરાઇસ વિદ્યાલયમાં 3 વિદ્યાર્થી, અઠવાલાઇન્સની વાડિયા વુમન્સ સ્કૂલ, સુમુલ ડેરી રોડની શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ, અમરોલીની કે એન્ડ એમ.પી સાર્વજનિક સ્કૂલ, છત્રપતિ શિવાજી મરાઠી સ્કૂલ, સાંઇબાબા મરાઠી સ્કૂલ, ઉદ્યોગભારતી સ્કૂલમાં 1-1 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત શનિ અને રવિમાં અઠવા ઝોનમાં મોલ અને હોટલો મોટા પ્રમાણમાં સ્વૈચ્છીક બંધ રાખવામાં આવ્યા છે. અને 35 જેટલી હોટલ માત્ર પાર્સલ સુવિધા આપવાની જાહેરાત કરી હતી.