• દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને કોરોના સામે વેક્સીન જ એક માત્ર વિકલ્પ છે
  • 21 જુન વિશ્વ યોગ દિવસથી દેશભરમાં વેક્સીન મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું
  • સુરતના પુણાગામ ખાતે આવેલા ભૈયા નગરમાં સુમન સ્કુલમાં વેક્સીન સેન્ટર પર વહેલી સવારથી જ મહિલાઓ અને લોકો વેક્સીન લેવા માટે પહોંચ્યા
  • છેલ્લા બે દીવસથી વેક્સીન સેન્ટર બંધ છે. અને આ વેક્સીન સેન્ટર બંધ કેમ છે તે અંગે કોઈ જાહેરાત કરવામાં નથી – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયા
Gujarat, Corona Vaccination Center Closed Due to lack of dose in surat
Gujarat, Corona Vaccination Center Closed Due to lack of dose in surat

Watchgujarat. 21 જુન વિશ્વ યોગ દિવસથી દેશભરમાં વેક્સીન મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે.  તો બીજી તરફ વેક્સીનને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે.વેક્સીન લેવા માટે લોકો આગળ આવી રહ્યા છે. પરંતુ સુરતમાં વેક્સીન સેન્ટર પર તાળા જોવા મળી રહ્યા છે. સુરતના પુણાગામ ખાતે આવેલા વેક્સીન સેન્ટર પર લોકો વહેલી સવારથી વેક્સીન સેન્ટર પર વેક્સીન લેવા માટે પહોચ્યા હતા પરંતુ વેક્સીન સેન્ટર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી પડી હતી.

સ્માર્ટ સીટી સુરતમાં વેક્સીન સેન્ટર પર તાળા

દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને કોરોના સામે વેક્સીન જ એક માત્ર વિકલ્પ છે. વેક્સીનને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 21 જુન વિશ્વ યોગ દિવસથી દેશભરમાં વેક્સીન મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. પરંતુ બીજી લહેર બાદ સુરતમાં વેક્સીનને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે. લોકો વેક્સીન લેવા માટે આગળ આવી રહ્યા છે. પરંતુ વેક્સીન લેવા માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સુરતના પુણાગામ ખાતે આવેલા ભૈયા નગરમાં સુમન સ્કુલમાં વેક્સીન સેન્ટર પર વહેલી સવારથી જ મહિલાઓ અને લોકો વેક્સીન લેવા માટે પહોચ્યા હતા. અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ખબર પડી હતી કે વેક્સીન સેન્ટર બંધ છે. જેથી તેઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહી વેક્સીન સેન્ટર કેમ બંધ છે અને ક્યારે ચાલુ થશે તેની કોઈ માહિતી મુકવામાં આવી ન હતી. જેના કારણે લોકો પોતાના ધંધા રોજગાર છોડીને કલાકો સુધી વેક્સીન લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.

કામ ધંધો મુકીને લાઈનમાં ઉભા છીએ

વેક્સીન લેવા આવેલા લોકોએ જાણાવ્યું હતું કે તેઓ સવારના ૮ વાગ્યાથી વેક્સીન લેવા માટે લાઈનમાં ઉભા છે. અહી 200 થી 300 જેટલા લોકો લાઈન લગાવીને ઉભા છે. પરંતુ વેક્સીન સેન્ટર બંધ છે. અમને અહીથી વેક્સીન મળશે કે નહી તે પણ ખબર નથી. સવારથી અમે કામ ધંધો છોડીને વેક્સીન લેવા માટે આવ્યા છે. પણ અહી વેક્સીન અપાઈ નથી

સરકાર માત્ર જાહેરાતો જ કરે છે : સુરેશ સુહાગીયા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દીવસથી વેક્સીન સેન્ટર બંધ છે. અને આ વેક્સીન સેન્ટર બંધ કેમ છે તે અંગે કોઈ જાહેરાત કરવામાં નથી. એટલું જ નહી ક્યાં સુધી બંધ રહેશે તે પણ જણાવવામાં આવ્યું નથી. લોકો સવારથી કામ ધંધા પડતા મૂકીને તડકામાં લાઈનમાં ઉભા રહે છે. અહી લોકો માટે પાણીની પણ સુવિધા નથી. સરકાર માત્ર મોટી મોટી જાહેરાત જ કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. સરકાર માત્ર લાઈન બંધી વાળી સરકાર છે. પહેલા ઇન્જેક્શન, ટેસ્ટીંગ, રાશન માટે લાઈનમાં ઉભા રાખ્યા હવે વેક્સીન માટે લોકોને લાઈનમાં ઉભા રાખ્યા છે. અને આ બધી સમસ્યાને લઈને લોકો પરેશાન થઇ રહ્યા છે.

ગણ્યા ગાઠ્યા લોકોને જ રસીનો લાભ મળી શકશે

શુક્રવારના રોજ સુરત શહેરમાં 100 વેક્સિનેશન સેન્ટર પર 23527 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જે ગત રોજ કરતાં 21594 લોકોને વેક્સિનના ડોઝ ઓછા આપવામાં આવ્યા હતાં. વેક્સિનના ડોઝ ઓછા આવવાને કારણે ઓછા લોકોનું વેક્સિનેશન થઈ શક્યું હતું.   પરંતુ વેક્સિનના ડોઝ ઓછા આવવાથી વધારે લોકોને વેક્સિન આપી શકાતી નથી. શહેરમાં 23527 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી જેમાં 12913 લોકોને પ્રથમ ડોઝ અને 10614 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં 2472, વરાછા-એ ઝોનમાં 3028, વરાછા બી ઝોનમાં 2646, રાંદેર ઝોનમાં 3653, કતારગામ ઝોનમાં 1984, ઉધના ઝોનમાં 3014, લિંબાયત ઝોનમાં 3233 અને અઠવા ઝોનમાં 3497 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે પણ વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ગણ્યાગાઠ્યા લોકોને જ રસીનો લાભ મળી શકશે.

રાજકોટમાં વેકસીનેશન અભિયાનની મોટી વાતો વચ્ચે સેન્ટર પર અલીગઢી તાળા ! લોકોએ કહ્યું- આ કેવું આયોજન ?

Gujarat, Surat Ground report & Facts about vaccination

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud