• કોરોનાની સંભવિત ત્રીજી વેવમાં બાળકો વધુ અસરગ્રસ્ત થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે
  • સુરત પાલિકા દ્વારા ત્રીજી વેવને ધ્યાને રાખીને તેની પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
  • વિવિધ પ્રકારના સરવે હાથ ધરીને વિવિધ બિમારીઓથી પીડાતા બાળકોના પરિવારજનોને વેક્સીન મુકી બાળકને સુરક્ષીત કરવાનો પ્રયાસ

WatchGujarat. કોરોના સંક્રમણથી નાના બાળકોને બચાવવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્રીજી લહેરની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળે તેવી સંભાવના છે. પરંતુ નાના બાળકોને કોરોનાની રસી આપી શકાતી નથી. જેથી બાળકોના પરિવારજનોને કોરોના ની રસી આપવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એવા બાળકો જે વિવિધ બીમારીઓથી પીડાતા હતા અને છેલ્લા ત્રણ દિવસમાં આવા બાળકના 3500 થી વધુ પરિવારજનોને કોરોના ની રસી આપવામાં આવી છે.

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા માટે 18 થી વધુ વર્ષના લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે. ત્રીજી લહેર દરમિયાન સંક્રમણની થોડી મોટી અસર નાના બાળકોમાં જોવા મળી શકે છે. હજી સુધી સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની કોઈ અસર જોવા મળી નથી. તેમ છતાં સુરત મનપાએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાળકોની હોસ્પિટલ માં સાદા બેડ કેટલા છે ?ઓક્સિજનની સુવિધાવાળા બેડ કેટલા છે ? તે આયોજન સાથેની તમામ તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

સુરત મનપાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરના જણાવ્યા પ્રમાણે વિવિધ બીમારીઓથી પીડાતા બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે દરમિયાન 15 હજાર જેટલા બાળકો વિવિધ બીમારીથી પીડાતા હોવાનું જણાઇ આવ્યા હતા. જેમાં લોહી ની ઉણપ, આંખ,કાન,નાકની ગંભીર બીમારી તેમજ ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી નો સમાવેશ થાય છે.

18 વર્ષથી નીચેની ઉંમરના લોકોને કોરોના ની રસી આપી શકાય તેમ ન હોય આવા બિમાર બાળકોને કોરોના સંક્રમણથી બચવા માટે બાળકોના પરિવારજનો ને રસી આપવાની જરૂર છે. જે કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં આવા બીમાર બાળકો ના પરિવારના 3500 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ કોઈ પરિવારના કોઈ સભ્યએ રસી લીધી ન હોય તો તેમને મનપા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે.

સરકાર દ્વારા વેકસિન નો જથ્થો પુરતા પ્રમાણમાં પુરો પાડવામાં આવતો નથી ત્યારે રસી કેન્દ્ર પર લોકોનો ભારે ધસારો થાય છે. કલાકો સુધી લોકોને લાઇનમાં ઉભા રહેવું પડે છે. સગર્ભા મહિલાઓએ પણ વેકસિન માટે લાઇનમાં ઊભા રહેવું ન પડે તે માટે વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભા મહિલાઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે સુરત મનપાએ આ વિશેષ ડ્રાઇવ હાથ ધરીને સરાહનીય કાર્ય કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud