• સુરત મહાનગરપાલિકાના દબાણખાતા,ઢોર પાર્ટી તેમજ ડીમોલેશન સમયે ઘણીવાર ફરજ પર હાજર કર્મચારીઓ પર હિંસક હુમલાઓ થાય
  • મોડેલ ટાઉન પાસે દબાણખાતાની ટીમ વાહનમાં બેઠી હતી તે વેળાએ એક દબાણકર્તાએ ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો
  • દબાણખાતાના કર્મચારીઓ હુમલાખોર યુવકને માંડ માંડ પકડીને વાહનમાં બેસાડી દીધો

WatchGujarat. સુરતના લીંબાયતઝોનના દબાણખાતાના કર્મચારી પર એક દબાણકર્તાએ ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કરાયો હતો. દબાણખાતાના કર્મચારીઓ આ હુમલાથી માંડ માંડ બચ્યા હતા. બીજી તરફ આ હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે. પરંતુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે

સુરત મહાનગરપાલિકાના દબાણખાતા,ઢોર પાર્ટી તેમજ ડીમોલેશન સમયે ઘણીવાર ફરજ પર હાજર કર્મચારીઓ પર હિંસક હુમલાઓ થાય છે.વહેલી મોડી પોલીસ ફરિયાદો થતી હોય છે પરંતુ કોઈ કડક કાર્યવાહી ના થવાના કારણે તથા આવા બનાવો અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વખત પ્રકાશમાં આવી છે.

દબાણખાતાની ટીમ પર હુમલાનો પ્રયાસ

સુરતના લીંબાયતઝોનની દબાણખાતાની ટીમ દબાણ હટાવવા ગયી હતી. તે દરમિયાન મોડેલ ટાઉન પાસે દબાણખાતાની ટીમ વાહનમાં બેઠી હતી તે વેળાએ એક દબાણકર્તાએ ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. અચાનક ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ થતા અધિકારીઓ હેબતાઈ ગયા હતા. અને અફરાતફરી મચી જવા પામી હતી. ત્યાં હાજર કર્મચારીઓએ હુમલો કરનારા આરોપીને પકડીને દબાણખાતાના વાહનમાં પૂરી દીધો હતો. પરંતુ આ મામલે પોલીસને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હવે સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે દબાણખાતાના કર્મચારીઓ હુમલાખોર યુવકને માંડ માંડ પકડીને વાહનમાં બેસાડી દે છે

પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાની ચર્ચા

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે હુમલાખોર યુવકને લીંબાયત ઝોન કચેરીએ કર્મચારીઓ લઈને આવ્યા હતા. ત્યાં હાજર તમામ આસી./જુની. ઈજનેર, સુપર વાઈઝર અને બેલદારઓ એ પોલીસ તંત્ર અને મનપાના ઉચ્ચ અધિકારીશ્રીઓને જાણ કરવા છતાં કોઈ સકારાત્મક પ્રત્યુત્તર ના મળતા એ અસામાજિક વ્યક્તિને થોડા સમય બાદ મુક્ત કરવાની ફરજ પડી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud