• સુરતના ડાયમંડ બુર્ઝના તમામ ટાવરના નામ આલ્ફાબેટીકલી A થી શરૂ કરીને રાખવામાં આવ્યા, બિલ્ડીંગમાં 4200 જેટલી ડાયમંડની ઓફીસ હશે
  • 21 મી સદીમાં પણ લોકોમાં અંધશ્રદ્ધા જીવીત છે
  • સુરત ડાયમંડ બુર્સમાં 13મો માળ રાખવામાં જ નથી આવ્યો

WatchGujarat. 21મી સદીના જમાનામાં પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ઘણા લોકો માનતા હોય છે. જેનું મોટું ઉદાહરણ જોવા મળ્યું છે સુરતમાં બની રહેલા ડાયમંડ બુર્સમાં. સુરતના ખજોદ વિસ્તારમાં મુંબઈના ભારત ડાયમંડ બુર્સને પણ ટક્કર આપે એવું વિશાળ જગ્યામાં પથરાયેલ અત્યાધુનિક ડાયમંડ બુર્સ તૈયાર થઈ રહ્યું છે. હાલ આ સુરત ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ત્યારે અહીં જે 9 ટાવર બનાવવામાં આવ્યા છે. તે તમામ ટાવરની ખાસિયત એ રહેવાની છે કે આ ટાવરમાં 12માં માળ પછી સીધો જ 14મો માળ હશે. એટલે કે ડાયમંડ બુર્સમાં 13માં માળ ગાયબ હશે.

જીહાં, સુરત ડાયમંડ બુર્સમાં 13મો માળ રાખવામાં જ નથી આવ્યો. 12માં માળ પછી સીધો 14મા માળનું નેમિંગ કરાયું છે. આવું કરવા પાછળ પણ અંધશ્રદ્ધા જ છે કારણ કે 13નો અંક અપશુકનિયાળ માનવામાં આવે છે. જેથી આ માનતા પ્રમાણે12 પછી 14મો માળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં તમામ ટાવરના નામ પણ આલ્ફાબેટીકલી A થી શરૂ કરીને રાખવામાં આવ્યા છે.બિલ્ડીંગમાં 4200 જેટલી ડાયમંડની ઓફીસ હશે. ડાયમંડ ઓફિસોની સાથે સાથે અહીં ગાર્ડન એરિયા, રિફ્રેશમેન્ટ એરિયા, ઓપન ગ્રીન એરિયા વગેરે માટે પણ જગ્યા રાખવામાં આવી છે.

કસ્ટમનું કામકાજ પણ મુંબઈને બદલે સુરતથી થાય તે માટે કસ્ટમ ઓફીસ પણ સુરત ડાયમંડ બુર્સમાં જ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ થકી લખો લોકોને રોજગારી મળવાની છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન પણ અદ્યતન રાખવામાં આવી છે. ડ્રિમસિટીના મુખ્ય ગેટ માટે જ કુલ રૂ.9,50,76,280 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. જે માટેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. અહીં લિફ્ટ જ 39.28 લાખના ખર્ચે બનવાની છે. સંભવતઃ આવતા અઠવાડિયે સીએમ વિજય રૂપાણી ડાયમંડ બુર્સની ઓફિસનું ઉદ્ઘાટન કરવા સુરત આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud