• મૂળ ગીર સોમનાથના ઉનાના સિંબર ગામના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ પાસે રહેતા લાખાભાઈ ભીખાભાઈ સોલંકી રત્નકલાકાર છે
  • સીએના ક્લાસમાં અભ્યાસ કરતી યુવતીની સાથે ભણતા મિત્રને મળવા જતા આકાશે યુવતીને જોયા બાદ તેનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કર્યો
  • સી.એ.નો અભ્યાસ કરતી તેમની 20 વર્ષીય પુત્રી ગત બુધવારે સાંજે મોબાઈલ ફોન ફોર્મેટ મારી ઘરે મૂકી સ્ટોરમાં બુક લેવા ગયા બાદ પરત ફરી ન હતી
  • રત્નકલાકારની પુત્રી ગુમ થવા અને ખંડણી માટે ફોન આવતા પોલીસ પણ હરકતમાં આવી

WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાંથી એક સીએની વિદ્યાર્થીની ગુમ થઇ હતી અને પિતાને દીકરી પાછી જોઈ તો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવો ફોન પણ આવ્યો હતો. આ ઘટનામાં એક ચોંકવનારો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીનું અપહરણ નહી પણ તે પ્રેમી સાથે ભાગી હતી અને પોતાના કહેવાથી જ પ્રેમીએ ખંડણી માટે ફોન કર્યો હતો. એટલું જ નહી બંનેને પોલીસે દીલ્હી આગ્રા-મથુરા રોડ આગ્રા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યા હતા.

મૂળ ગીર સોમનાથના ઉનાના સિંબર ગામના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ પાસે રહેતા લાખાભાઈ ભીખાભાઈ સોલંકી રત્નકલાકાર છે. સી.એ.નો અભ્યાસ કરતી તેમની 20 વર્ષીય પુત્રી ગત બુધવારે સાંજે મોબાઈલ ફોન ફોર્મેટ મારી ઘરે મૂકી સ્ટોરમાં બુક લેવા ગયા બાદ પરત ફરી ન હતી. શોધખોળ દરમિયાન અજાણ્યા ઇસમે કોલ કરીને દિકરી જોઈતી હોય તો રૂ.10 લાખ આપી જાઓ કરીને ધમકી આપી હતી. જો કે, બાદમાં તે ફોન સતત બંધ રહ્યો હતો. આ ઘટના બાદ તેઓએ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી.

યુવક સાથે બાઈક પર જતા સીસીટીવીમાં કેદ થઇ હતી

રત્નકલાકારની પુત્રી ગુમ થવા અને ખંડણી માટે ફોન આવતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી દરમ્યાન યુવતી એક યુવક સાથે બાઈક પર જતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઉપરાંત યુવતીનો પ્રેમી પણ ગુમ હતો. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરુ કરી હતી

દિલ્હીથી ઝડપાઈ

તપાસમાં જોડાયેલી સુરત એસઓજીએ જુદીજુદી ટીમો બનાવી હતી. દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે યુવતી આકાશ રાજકુમાર ખટીક સાથે ઇન્દોર તરફ ભાગી છે. ત્યાં પહોંચતા યુગલ દિલ્હી ભાગ્યાનું જાણવા મળતા ટીમ ત્યાં પહોંચી અને બાતમીદારો તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી દિલ્હી આગ્રા-મથુરા રોડ આગ્રા ટોલનાકા પાસેથી યુવતી અને તેના પ્રેમી આકાશ રાજકુમાર ખટીકને ઝડપી પાડ્યા હતા. સીએના ક્લાસમાં અભ્યાસ કરતી યુવતીની સાથે ભણતા મિત્રને મળવા જતા આકાશે યુવતીને જોયા બાદ તેનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કર્યો હતો. અને બાદમાં તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, રાજસ્થાની પરિવારનો આકાશ માત્ર 10 ધોરણ સુધી ભણેલો હોય અને યુવતી રાજસ્થાની નહીં હોય બંનેના પરિવાર તેમના લગ્ન માટે તૈયાર ન હતા. જો કે, યુવતીના પિતાને ખંડણીનો જે ફોન આવ્યો હતો તે આકાશે જ યુવતીના કહેવાથી કર્યો હતો.

12 સીમકાર્ડ પણ ખરીદ્યા હતા.

આકાશ અને યુવતીએ ઘરેથી ભાગવાની યોજના બનાવી ટ્રાવેલીંગ બેગ, કપડાં, નવા સીમકાર્ડ અને મોબાઈલ ફોનની ખરીદી કરી હતી. તેમણે એક મહિનાથી રૂ.50 હજાર પણ બચાવી રાખ્યા હતા. જો કે, ભાગ્યા બાદ પકડાઈ નહીં જાય તે માટે તેમણે યુ ટ્યુબ પર પોલીસથી બચવાના વિડીયો જોઈ 12 સીમકાર્ડ પણ ખરીદ્યા હતા. તેઓ એક સીમકાર્ડ માત્ર એક દિવસ વાપરી તોડી નાખતા હતા. તેઓ એક જગ્યાએ 12 કલાકથી વધુ સમય રોકાતા નહોતા અને સતત લાંબા રૂટની બસમાં મુસાફરી ચાલુ રાખી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હીમાં અલગ અલગ હોટલમાં રોકાણ કરતા હતા. ઘરેથી ભાગ્યા બાદ તેમની યોજના ઘરે પરત નહીં ફરવાની અને રાજસ્થાનમાં જ કોઈક જગ્યાએ કંપનીમાં નોકરીએ લાગી ત્યાં સ્થાયી થવાની હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud