• ભારતીય મહિલા હોકી ટીમે ટોક્ટો ઓલમ્પિકમાં પ્રથમ વખત સેમિ ફાઈનલમાં સ્થાન મેળવી ઈતિહાસ રચ્યો
  • ભારતીય ટીમ 4 ઓગસ્ટે સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે
  • ભારતની શાનદાર જીત પર ગુજરાતના ડાયમંડ કિંગ ઉદ્યોગપતિ સવજી ધોળકિયાની ખાસ જાહેરાત
  • ભારતીય મહિલા ટીમને મેડલ જીતવા પર સવજી ધોળકિયા 11 લાખ રૂપિયાનું ઘર અથવા એક નવી કાર ઇનામમાં આપશે

WatchGujarat. તાજેતરમાં ગુજરાતના ડાયમંડ કિંગ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા ભારતીય મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે જો ભારતીય મહિલા ટીમ ફાઈનલમાં જીતશે તો તેમને 11 લાખ રૂપિયાનું ઘર અથવા એક નવી કાર ઈનામમાં આપવામાં આવશે. જે બાદ સૌ કોઈ તેમના આ પ્રયાસની સરાહના કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલમ્પિકમાં સેમિ ફાઈનલમાં સ્થાન મેળવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ત્યારે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યાં છે. ભારતની શાનદાર જીત પર ગુજરાતના ડાયમંડ કિંગ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા પણ ઉત્સાહિત છે. જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં જીતશે તો સવજી ધોળકિયા 11 લાખ રૂપિયાનું ઘર કે એક નવી કાર ઇનામમાં આપશે.

આ અંગે તેમને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી. જેમાં તેમને લખ્યું હતું કે, મને આ જાહેરાત કરતા આનંદ થઇ રહ્યો છે કે જો ફાઇનલ મુકાબલો જીતશે તો હરિ કૃષ્ણા ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું એક ઘર અથવા નવી કાર આપશે. જેમને વિત્તીય સહાયતાની સખત જરૂર છે. આપણી છોકરીઓ ટોક્યો 2020માં દરેક કદમ સાથે ઇતિહાસ રચી રહી છે. આપણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવી ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પહોંચ્યા છીએ. આપણા ખેલાડીઓનો ઉત્સાહ વધે તે માટે અમારો નાનો પ્રયત્ન છે જે રાષ્ટ્રને વધારે ગૌરવ અપાવી શકે.

તમને જણાવી દઈએ કે આ અંગે સવજી ધોળકિયા દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, આ કાર્ય માટેની પ્રેરણા તેમને ભારત માટે સિલ્વર મેડલ જીતનાર મિરાબાઈ ચાનુ પાસેથી મળી છે. મિરાબાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, જેમને ટોક્યો ઓલમ્પિકમાં મેડલ મેળવીને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે, ખૂબ ગર્વની વાત છે કે આપણા દેશની મહિલાઓ આટલી પ્રગતિ કરી રહી છે, ત્યારે તેમને પ્રોત્સાહન આપવા માટે આ અમારો એક નાનકડો પ્રયાસ છે. ભલે કોઈ પણ મેડલ આવશે એ આપણા માટે ગર્વની વાત રહેશે. જેથી હોકી ટીમના ખેલાડીઓને આ ભેટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલમ્પિકમાં ઈતિહાસ રચતા પ્રથમ વખત સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 1-0થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ 4 ઓગસ્ટે સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે ભારતની મહિલા હોકી ટીમ માત્ર ત્રીજી વખત ઓલમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12માં સ્થાને રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા સ્થાન પર રહી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud